લાઇવ પરફોર્મન્સ દરમિયાન મૃત્યુ પામ્યા આ મોટી હસ્તી, કારણ છે ચોંકાવી દે એવું, યુવાન પેઢી અને માં-બાપ આ કારણ જરૂર વાંચે
ફિલ્મ જગત સહિત સંગીત જગતમાંથી ઘણીવાર દુખદ સમાચાર સામે આવતા હોય છે. ત્યારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં આયોજિત સનતકદા ફેસ્ટિવલમાં સોમવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ ત્યારે લોકો સ્તબ્ધ રહી ગયા જ્યારે એક કાર્યક્રમ દરમિયાન વાદ્ય યંત્ર વગાડતા મશહૂર પખાવજ વાદક દિનેશ પ્રસાદને હાર્ટ એટેક આવ્યો. જ્યાં સુધી તેમને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી ત્યાં સુધી તેમનું નિધન થઇ ચૂક્યુ હતુ.
જણાવી દઇએ કે, દિનેશ પ્રસાદની ગણતરી પખાવજ વગાડનારા પ્રખ્યાત પસંદગીના કલાકારોમાં થાય છે. કોઈ જાણતું ન હતું કે જે કલાકારનો અભિનય તે સાંભળી રહ્યા હતા તે આ રીતે દુનિયા છોડી જશે. મળતી માહિતી મુજબ, તે સોમવારે મહિન્દ્રા સંતકડા ફેસ્ટિવલ સફેદ બરાદરી ખાતે રિધમ ઈન્સ્ટ્રુમેન્ટ પ્રોગ્રામમાં પખાવાજ વગાડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તે બાદ આયોજકો તેમને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
મૂળ મથુરાના રહેવાસી પં. દિનેશ મિશ્રાની ઉંમર લગભગ 68 વર્ષની હતી. પખાવજ વાદક દિનેશ મિશ્રાના અંતિમ સંસ્કાર તેમના પરિવારના સભ્યો દ્વારા આલમબાગ સ્થિત સ્મશાન ભૂમિમાં સંપૂર્ણ વિધિ સાથે આજે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પંડિત દિનેશ પ્રસાદ લખનઉમાં સોમવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ બપોરે લગભગ 3 વાગ્યે આયોજિત મહિન્દ્રા સનાટકા ફેસ્ટિવલ સફેદ બરાદરી પખાવજ વગાડી રહ્યા હતા.
લગભગ 15 થી 20 મિનિટના લાઈવ પરફોર્મન્સ દરમિયાન તેમની તબિયત બગડી અને તેઓ સ્ટેજ પર પડી ગયા. જે બાદ આયોજકો તેમને ઉતાવળમાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. મીડિયાને માહિતી આપતા માધવી કુકરેજાએ જણાવ્યું હતું કે દિનેશ પ્રસાદ મિશ્રાના અંતિમ સંસ્કાર આજે (07 ફેબ્રુઆરી) આલમબાગના સ્મશાનભૂમિમાં પરિવારના સભ્યો દ્વારા સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવશે.