જામનગરમાં PM મોદીએ કર્યું એવું કામ કે દૃશ્યો જોઈને લોકો પણ કરવા લાગ્યા સલામ, કહ્યું, “સાદગીનું બીજું નામ મોદી !”, જુઓ

પ્રધાનમંત્રી મોદી માત્ર ભારતનું જ નહિ દુનિયાભરનું એક મોટું નામ છે. આજે વિશ્વના તમામ દેશોમાં નરેન્દ્ર મોદીનો ડંકો વાગે છે, તો પીએમ મોદી તેમની સાદગી માટે પણ જાણીતા છે, ઘણીવાર તેમની સાદગીના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, જેને જોઈને લોકો વારંવાર પીએમ મોદીની પ્રસંશા પણ કરતા હોય છે, હાલ એવો જ એક નજારો જામનગરમાંથી પણ જોવા મળ્યો, જ્યાં પીએમ મોદીએ જે કર્યું એ જોઈને લોકો પણ તેમની વાહ વાહ કરવા લાગ્યા.

ગઈકાલે પ્રધાનમંત્રી મોદી જામનગરની મુલાકાતે હતા. આ દરમિયાન પીએમનો ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો હતો. પીએમ મોદીની એક ઝલક જોવા માટે જનમેદની ઉમટી પડી હતી, જામનગરના લોકો પીએમ મોદીને જોવા માટે રસ્તાની બાજુમાં ઉભા હતા ત્યારે મોદીજીએ પણ જનતાનું અભિવાદન કર્યું, અને ગાડીનો દરવાજો ખુલ્લો રાખીને જનતાનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન પીએમ મોદી પ્રોટોકોલ તોડીને જનતા વચ્ચે તેમના એક ચાહકને મળવા માટે પહોંચ્યા હતા. કારણ કે એક ચાહક પીએમ મોદી અને તેમના માતૃશ્રી હીરાબાની એક પેઇન્ટિંગ લઈને ઉભો હતો. ત્યારે પીએમ મોદી તેની પાસે પહોંચ્યા હતા અને તેના હાથમાંથી પેઇન્ટિંગ લઈને તેના ઉપર સાઈન પણ કરી હતી. આ નજારો જોઈને લોકોમાં પણ ખાસો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જામનગરના નામચીન પેઈન્ટર ઈન્દુભાઈ સોલંકી પીએમ મોદી અને હીરાબાનું પેઇન્ટિંગ લઈને ઉભા જોઈ શકાય છે, ત્યારે પીએમ મોદી કારમાંથી ઉતરી અને તેમની પાસે આવે છે, જેનાબાદ ઈન્દુભાઈ તેમને પેઇન્ટિંગ ભેટમાં આપે છે અને બીજા એક પેઇન્ટિંગ ઉપર મોદીજી વંદેમાતરમ લખી પોતાના હસ્તાક્ષર પણ કરી આપે છે. ત્યારે આ ઘટનાનો વીડિયો જોઈને લોકો પણ હવે પીએમ મોદીની ઠેર ઠેર વાહવાહ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel