“ભાઈ મારા બાળકના શ્વાસ તો હજુ ચાલી રહ્યા છે ને…” વડોદરા બોટ દુર્ઘટના બાદ હોસ્પિટલમાં પહોંચેલા માતા પિતાના હાલ જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

એ ‘ભાઇ.. હજુ મારા બાળકના શ્વાસ તો હજુ ચાલી રહ્યા છે ને? વડોદરામાં માતા-પિતાનું હૈયાફાટ રુદન, જુઓ તસવીરો

Pain of parents in Vadodara boat accident : વડોદરામાં હરણી  લેકમાં થયેલી બોટ દુર્ઘટના આજે 2 દિવસ બાદ પણ સાંભળીને કમકમિયા છૂટી જાય. ગુજરાત માટે 18 જાન્યુઆરીનો દિવસ કાળા દિવસ સમાન બની ગયો.

આ દુર્ઘટનાએ 17 લોકોના જીવ લઇ લીધા જેમાં સ્કૂલના માસુમ ભૂલકાઓ પણ સામેલ હતા. વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોએ હસી ખુશી પિકનિકમાં આવ્યા હતા અને બોટિંગ દરમિયાન જ બોટ પલટાઈ જતા માસુમ બાળકો મોતને ભેટ્યા હતા.

હોસ્પિટલમાંથી હૃદયદ્રાવક દૃશ્યો :

ત્યારે આ અકસ્માત બાદ જયારે પાણીમાંથી બહાર કાઢેલા બાળકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યારે પણ ખુબ જ કરુણ દૃશ્યો સર્જાયા હતા. હોસ્પિટલમાં બાળકોના માતા પિતાનો ઘસારો જોવા મળ્યો હતો અને તેમના હૈયાફાટ રુદન વચ્ચે માહોલ ગમગીન બની ગયો હતો. તો કેટલાક વાલીઓ પોતાનું બાળક હેમખેમ છે એ અંગે ડોકટરો અને હોસ્પિટલના સ્ટાફને સતત પૂછી રહ્યું હતું. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

કેપેસીટી કરતા વધારે ભર્યા લોકો :

એક તસ્વીરમાં એક માતા પોતાના ભાઈને ગળે લગાવીને પૂછી રહી છે કે “ભાઈ મારા બાળકના શ્વાસ તો હજુ ચાલી રહ્યા છે ને ?”  તો આવી ઘણી તસવીરો સામે આવી છે જેમાં હોસ્પિટલની અંદર વાલીઓના હૈયાફાટ રુદન પણ જોવા મળી રહ્યા છે.

જેને જોઈને કોઈનો આત્મા પણ કંપી ઉઠે. આ દુર્ઘટના સમયે બોટની અંદર કુલ 31 લોકો સવાર હોવાનું સામે આવ્યું હતું, બોટની કેપિસિટી 14 લોકોની હતી છતાં તેમાં વધારે લોકો ભરવામાં આવ્યા અને અંતે આ દુર્ઘટના સર્જાઈ.

82 બાળકો આવ્યા હતા પ્રવાસે :

આ ઘટનાને લઈને એક શિક્ષિકાએ જણાવ્યું કે અંગ્રેજી માધ્યમના બાળકો તળાવમાં ડૂબ્યા હતા. ગુજરાતી માધ્યમના બાળકો બચી ગયા છે. બાળકો પરત આવતા હતા ત્યારે દુર્ઘટના બની હતી. કુલ 82 બાળકો પ્રવાસે ગયા હતા. 60 બાળકો સહી સલામત બહાર આવી ગયા હતા. બાળકો અને શિક્ષકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલનો પ્રવાસ માતમમાં ફેરવાઈ ગયો હતો. જેને લઈને આખા દેશમાં શોકનો માહોલ છે.

Niraj Patel