કરણી સેનાના મહિલા મોરચના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની લથડી તબિયત, હોસ્પિટલમાં કરાયા દાખલ

પુરુષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ, સમજાવટ બાદ પારણા કર્યા, જાણો હવે કેવી છે સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જો કોઇ નામ વધારે ચર્ચામાં હોય તો તે છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા. રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન બાદથી ક્ષત્રિય સમાજના પુરુષો સહિત મહિલાઓ તેમની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે કરણી સેનાના મહિલા મોરચના અધ્યક્ષ પદ્મિનીબા રૂપાલા વિવાદને લઇને મેદાનમાં ઉતર્યા છે.

પદ્મીનીબા વાળા ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.તેઓ રાજ શક્તિ મહિલા મંડળ રાજકોટના 10 વર્ષથી અધ્યક્ષ છે. તેમણે ફેબ્રુઆરી 2024માં રાજકોટ શહેર કમલમ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી કેસરિયો ધારણ કર્યો હતો.

જો કે, પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને લઇને વિવાદિત નિવેદન બાદ સમગ્ર સમાજમાં રોષ છે. ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિનીબા 14 દિવસથી અન્ન ત્યાગ પર હતા અને તેઓ માત્ર પ્રવાહી ગ્રહણ કરી રહ્યા હતા. જો કે, ગઇકાલે તેમને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા કે બ્લડ પ્રેશર લો થતાં તેમને AIIMSમાં દાખલ કરાયા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે.

પદ્મિનીબા વાળાની સાંજના સમયે તબિયત લથડી હતી અને તે બાદ તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્લડ પ્રેશર લો થઇ ગયું હોવાને કારણે નબળાઇ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, સમાજના આગેવાનો વીરભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, જે.પી.જાડેજાએ ટેલિફોનિક અને રૂબરૂ સમજાવટ બાદ મહંત મયાનાંદજી માતાજી ગુરૂ શિવાનંદજી બાપુના હસ્તે તેમણે પારણાં કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Shah Jina