કોરોનાથી સંક્રમિત પતિ-પત્ની, હોસ્પિટલમાં છે દાખલ, લલકાર્યું ગીત ‘જિંદગી ઔર કુછ ભી નહિ..’ કે ભાવુક થયા લોકો

કોરોનાને કારણે જયાં લોકોની હિંમત ડગમગી જાય છે. ત્યાં એક એવો વીડિયો સામે આવ્યો છે જે જિંદાદિલીની મિસાલ છે. આ વીડિયો જોઇ તમે પણ પોઝિટિવ વિચારવાનું શરૂ કરી દેશો.

તાજેતરમાં અનુજ શર્મા અને તેમની પત્નીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અનુજ શર્માએ સોશિયલ મીડિયા પર પણ તેમના ઇન્ફેક્શનની જાણ કરી હતી. તેમને અને તેમની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ અહીં પણ તેમણે પત્નીનું મનોબળ વધારવાની સાથે બીજાને પ્રેરણા આપતા જોવા મળી રહ્યા છે.

અનુજ શર્મા અને તેમની પત્ની હોસ્પિટલમાં બેડ પર બેસી પત્ની સાથે એક પ્યાર કા નગમા હે… ગીત ગાયુ હતુ, જેને લોકો તેમના જીવનની મિસસાલ માની રહ્યા છે.

Shah Jina