ઘરમાં પહેલા પથ્થર માર્યો અને પછી અંદર ઘુસવા જઈ રહ્યો હતો આ વ્યક્તિ, અંદર રહેલા માણસે એવી ચાલાકી બતાવી કે ઉભી પુછડીએ ભાગ્યો, જુઓ વીડિયો

મકાન માલિકની સાવધાની અને ચોરની મુર્ખામીના કારણે અટકી ગઈ ચોરી, આખી ઘટના થઇ ગઈ CCTVમાં કેદ, જુઓ વીડિયો

ભારત સમેત દુનિયાભરમાં ચોરીના ઘણા મામલાઓ સામે આવતા હોય છે, તમે ઘણી ચોરીની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે અને ઘણી ઘટનાઓ ઘરમાં કે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ જતી હોય છે, ત્યારે આવા વીડિયોમાં ચોરીની ઘટનાઓ અને ચોરની ચાલાકી જોઈને કોઈના પણ હોંશ ઉડી જતા હોય છે. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચોરની ચાલાકી કામ ના આવી અને તેને ઉભી પુછડીએ ભાગવું પડ્યું.

આ વીડિયોને @cctvidiots નામના હેન્ડલ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આજુબાજુ જોઈ રહેલો ચોર ખૂબ જ સાવધાનીપૂર્વક હાથમાં પથ્થર લઈને ઘર તરફ આગળ વધે છે. ત્યારપછી તે પથ્થર વડે ઘરના દરવાજાનો કાચ તોડી નાખે છે અને તરત જ દરવાજામાંથી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે છે.

ત્યારે જ ઘરની અંદર રહેલ એક વ્યક્તિ હાથમાં વાઈપર લઈને જાળીની બહાર કાઢીને ચોરને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ચોર અંદર ઘુસી જવાના સતત પ્રયત્નો કરતો જોવા મળે છે, વાઈપર તેના મોઢા પર અથડાય છે અને વાઈપરનો આગળનો ભાગ નીકળી પણ જાય છે, જે ચોરને થોડો વાગે પણ છે અને પછી ચોર ત્યાંથી ચોરી કરવાનું માંડી વાળીને ચાલ્યો જાય છે.

ચોરની મૂર્ખતા અને અંદરના વ્યક્તિની ચતુરાઈના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. લોકો સતત કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શું તમે પહેલા ચેક નથી કર્યું’? બીજાએ લખ્યું, ‘સારું છે બ્રશની લાકડી તેના મોઢા પર ના વાગી.’

Niraj Patel