બાળકોથી લઈને વૃદ્ધો સુધી જે ઓરેન્જ કેન્ડીને હોંશે હોંશે ખાતા હોય છે, એ કેન્ડી કેવી રીતે બને છે એ જોઈને તમે પણ હેરાન રહી જશો, વાયરલ થયો વીડિયો
Orange Ice Cream Making Process Video : સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલાક એવા ફૂડ પણ બતાવવામાં આવે છે જે આપણને ખુબ જ પસંદ હોય છે. પરંતુ જયારે એ ફૂડ કેવી રીતે બને છે એ જોઈએ ત્યારે આપણા પણ હોશ ઉડી જતા હોય છે. હાલ એવો જ એક ઓરેન્જ કેન્ડી બનાવવાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમને પણ ફરી ક્યારેય આ ઓરેન્જ કેન્ડી ખાવાનું મન નહિ થાય.
કેન્ડી બનવાનો વીડિયો વિચલિત કરી દેશે :
બહુ ઓછા લોકો એવા હોય છે જેમને આઈસ્ક્રીમ ન ગમે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક તેને પ્રેમથીખાય છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે તમે જે આઈસ્ક્રીમ આટલા સ્વાદ સાથે ખાઓ છો તે કેવી રીતે બને છે? જો તમને લાગતું હોય કે તે ખૂબ જ સાફ-સફાઈથી બનાવવામાં આવ્યું હશે, તો આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે ચોંકી જશો.
ક્યારેય ઓરેન્જ કેન્ડી ખાવાનું નામ નહિ લો :
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આઈસ્ક્રીમ બનાવવામાં આવી રહી છે. તેને પોપ્સિકલ બેટર મિક્સ કરીને બનાવવામાં આવે છે. ફેક્ટરીમાં ગંદા મશીનો જોઈને તમારું મન બગડી જશે. હવે જરા વિચારો કે આવા આઈસ્ક્રીમ ખાધા પછી તમારા શરીર અને સ્વાસ્થ્યનું શું થશે? જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ઘણીવાર ઓરેન્જ આઈસ્ક્રીમ ખાવ છો, તો તમારે આ ક્લિપ જોયા પછી સાવધાન થઈ જવું જોઈએ કારણ કે તે રોગોનું ઘર છે.
View this post on Instagram
લોકોની પ્રતિક્રિયા તો જુઓ :
વાયરલ ક્લિપ જોયા બાદ યુઝર્સનું દિમાગ પાગલ થઈ ગયું છે. એક યુઝરે કહ્યું- હાનિકારક કલર અને ભેળસેળ જોયા પછી હું તેને ફરી ક્યારેય નહીં ખાઈશ. જ્યારે અન્ય યુઝરે કમેન્ટ કરી- આ જોયા પછી કોણ કેન્ડી ખાશે. તે જ સમયે, અન્ય એક યુઝરે કમેન્ટ કરી – ગમે તે હોય, પરંતુ ખાવાની અલગ જ મજા છે. આ ઉપરાંત પણ ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.