ધૈર્યરાજ જેવી બીમારીથી પીડાઈ રહી હતી આ માસુમ બાળકી, 16 કરોડનું ઇન્જેક્શન પણ લગાવવામાં આવ્યું, છતાં પણ ના બચાવી શકાયો જીવ

પરી જેવી દીકરી માટે 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન કામ ન આવ્યું …હવે નહિ નજર આવે આ હસતો ચહેરો, તૂટ્યા વેદિકાના શ્વાસ, દુનિયાની સૌથી મોંઘી દવાથી પણ ના બચ્યો જીવ

થોડા મહિનાઓ પહેલા ગુજરાતના એક નાના એવા ગામડાના માસુમ દીકરા ધૈર્યરાજનો જીવ બચાવવા માટે સોશિયલ મીડિયામાં મદદ માટે ગુહાર લગાવવામાં આવી હતી અને ધૈર્યરાજને ઘણા લોકોએ મદદ કરી તેની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવનાર 16 કરોડના ઇન્જેક્શન માટે પૈસા ભેગા કર્યા અને તેને સારવાર મળી ગઈ.

પરંતુ આ હાલ એક ખુબ જ દુઃખદ ખબર આવી રહી છે. ધૈર્યરાજને તો ઇન્જેક્શન મળી ગયું અને તેનો જીવ બચી ગયો, પરંતુ પુણે જિલ્લાની એક હોસ્પિટલમાં એક માસુમ બાળકીને ઇન્જેક્શન મળવા છતાં પણ તેનો જીવ ના બચાવી શકાયો. આ બાળકીનું નામ છે વેદિકા શિંદે. જેને ડોકટરો દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવી.

બાળકીના પિતાએ સોમવારના રોજ આ વિશે જણાવ્યું કે તેની દુલર્ભ બીમારીની સારવાર માટે ક્રાઉડ ફંડિંગ અને આ પ્રકારે દાન મળવાના કારણે 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન ખરીદવામાં આવ્યું હતું. પરંતુ ઘણા દિવસો સુધી બીમારીથી લડી રહેલી બાળકી આખરે અનંતમાં વિલીન થઇ ગઈ.

એક વર્ષીય વેદિકાની મોતના થોડા કલાક પહેલા જ તેના પરિવારના સદસ્યોએ સોશિયલ મીડિયામાં તેની તબિયતમાં સુધાર થવાની જાણકારી આપતા તસવીરો અને વીડિયો અપલોડ કર્યા હતા. વેદિકા સ્પાઈનલ મસ્કયુલર એટ્રોફી (એમએમએ) ટાઈપ વનથી પીડિત હતી. રવિવારના રોજ સાંજે 6 વાગે એક ખાનગી હોસ્પિટલમાં તેનું નિધન થઇ ગયું.

વેદિકાની દુલર્ભ બીમારી અને સારવાર માટે જોડાયેલી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી તો ઘણા લોકો તેની મદદ માટે આગળ આવ્યા અને તેની સારવાર માટે 14 કરોડ રૂપિયાની રકમ દાનમાં મળી. જેના બાદ જૂન મહિનામાં દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં તેની સારવાર માટે ઇન્જેક્શન લગાવવામાં આવ્યું.

વેદિકાના પરિવારના જણાવ્યા અનુસાર તેની હાલતમાં ધીમે ધીમે સુધાર થઇ રહ્યો હતો. દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં વેદિકાની સારવાર કરી રહેલા ડોક્ટરનું કહેવું છે કે બાળકીનું મોત “ફીડ એસ્પિરેશન”ના કારણે થયું છે. જે ફીડિંગ પ્રક્રિયામાં ઉત્પન્ન થનારી અનિયમિતતા માટે પ્રચલિત એક ચિકિત્સીય શબ્દ છે.

Niraj Patel