માત્ર 1 રૂપિયાની આ નોટ તમને બનાવી દેશે માલામાલ, શું તમારી પાસે છે આ નોટ?

આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે સંઘરેલો સાપ પણ કામનો. આ આપણે નાનપણથી સાંભળતા આવીએ છીએ. કારણ કે આપણા વડિલો કહેતા કે કોઈ પણ વસ્તુ નકામી નથી હોતી. ક્યારેય સામાન્ય દેખાતી વસ્તુનો ઉપયોગ અસમાન્ય બની જતો હોય છે. આજે વિશ્વમાં ઘણા એવા લોકો છે જેમને વિવિધ પ્રકારની જૂની વસ્તુઓ એકઠી કરવાનો શોખ હોય છે.

ઘણા લોકો જૂના જમાનાના સિક્કા એકઠા કરતા હોય તો કોઈ જૂની ચલણી નોટો તો કોઈ વળી એન્ટિક ઘડિયાળો. હાલમાં આવી એન્ટિક વસ્તુઓની ખુબ માગ પણ છે. લોકો લાખો રૂપિયા આપીને આવી વસ્તુએ ખરીદે છે. જો તમને પણ જૂની નોટનો સંગ્રહ કરવાની ટેવ હોય તો તમે પણ માલામાલ થઈ શકો છે.

આવી જૂની નોટોને ઓનલાઈન વેંચીને સારી કમાણી કરી શકાય છે. આ માટે તમારે Ebay કે પછી Coinbazzar જેવી વેબસાઈટ પર જઈને તમારી નોટને વેચવાની રહેશે. આ માટે તમારે તમારી નોટની તસવીર સ્કેન કરીને આ વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. જ્યાં આવી નોટની ખરીદી કરનારા ઘણા લોકો છે. જે તમને સારી એવી કિંમત આપશે.

જો તમારી પાસે એક રૂપિયાની નોટ છે તો તમે તે નોટના બદલામાં 45 હજાર રૂપિયા કમાઈ શકો છો. જો કે હાલમાં સરકારે આ નોટને ચલણમાંથી હટાવી દીધી છે. પરંતુ માર્કેટમાં આ નોટોની ઘણી માંગ છે. એક રૂપિયાની નોટના બદલામાં તમને 45 હજાર રૂપિયા ત્યારે જ મળશે જ્યારે તે નોટ પર વર્ષ 1957માં ગવર્નર H.M.Patelની સહી હશે.

આ વાતનું ખાસ ધ્યાન રાખો કે હાલમાં આવી ઘણી વેબસાઈટ છે જે આ રીતે ખરીદ વેચાણ કરી રહી છે, તેથી ખાસ ધ્યાન રાખો કે તમારી સાથે છેતરપિંડી શકે છે અને તમે ફ્રોડના શિકાર પણ બની શકો છો. આ ઉપરાંત કોઈપણ વેબસાઈટ પર ડિલ કરતા પહેલા તમારે આરબીઆઈની ગાઈડલાઈન અવશ્ય વાંચી લેવી જોઈએ. કારણ કે કેન્દ્રિય બેંકે કહ્યું છે કે, તેમણે કોઈ પણ બેંક કે સંસ્થાને તેમના નામનો ઉપયોગ કરવાની પરવાનગી આપી નથી. આરબીઆઈએ લોકોને ચેતવણી આપી છે કે, કેટલાય લોકો ફ્રોડ કરવા માટે ઓનસાઈટ પર હાજર છે, જેનાથી તમારે સચેત રહેવાની જરૂર છે. કોઈ પણ વેબસાઈટ પર લેતીદેતી કરો તે પહેલા તેના વિશે પૂરી જાણકારી મેળવી લો.

નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો. તમારા રેફરેન્સ માટે અમુક વેબસાઈટની લિંક નીચે મૂકી છે:
Ebay, Indiamart, Quikr, OLX

YC