અમેરિકાથી ગુજરાતના આ 2 શહેરમાં આવેલા વૃધ્ધ દંપતીમાં આ કોરોના પોઝિટિવ મળતા મચ્યો હડકંપ, નવો વાયરસ ઓમિક્રોન ઘુસ્યો? જાણો વિગત

થોડા સમય પહેલા કોરોના મહામારી થોડી જ શાંત પડી હતી કે પાછો નવો વેરિયેન્ટ ઓમિક્રોન કહેર વરસાવી રહ્યો છે. આ વેરિયેન્ટ જે દેશોમાં જોવા મળી રહ્યો છે તેવા હાઇરિસ્ક 11 દેશોમાંથી સુરત આવેલા 41 મુસાફરોમાંથી 31 મુસાફરોના RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને હાલ 10 પેન્ડિંગ છે. અમેરિકાથી કુંભારિયા આવેલ વૃદ્ધ દંપતિ પૈકી પતિ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. જો કે, તેમની પત્ની નેગેટિવ છે. બંનેએ ફાઇઝરની રસી મૂકાવી હતી. વિદેશથી જે પણ મુસાફરો આવ્યા છે તેમને 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. જોખમી દેશ કેટેગરી સિવાયના અન્ય દેશોમાંથી આવેલા 426 મુસાફરોમાંથી 178 મુસાફરોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 70 મુસાફરોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. હાલ 108 મુસાફરોનો રીપોર્ટ પેન્ડિંગ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સુરતમાં જે 4 NRI આવેલા છે તેમના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.ચોયાર્સી તાલુકાના એકલારા ગામના વતની રોજગાર અર્થે યુકે ગયા હતા અને તેઓ ત્રણ દિવસ પહેલા જ પરત આવ્યા હતા તે તમામને હાલ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કુંભારિયા ગામના વૃદ્ધ દંપતિની વાત કરીએ તો તેમણે 10-03-21ના રોજ અમેરીકા ના જેન્સેન ખાતે ફાયઝર રસીનો 1લો ડોઝ અને બીજો ડોઝ પણ લઈ લીધો હતો. તો પણ દંપતિ પૈકી પતિનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ મહાનગર પાલિકા ઓમિક્રોનના ખતરા વચ્ચે હવે એક્શનમાં આવી ગઈ છે. છેલ્લા 3 દિવસમાં વિદેશથી આવેલા પ્રવાસીની અમદાવાદ ઈન્ટરનેશનલ એરોપોર્ટે રાજકોટ મહાનગર પાલિકાને યાદી મોકલી છે. આ તમામના સરનામાઓ શોધી રહ્યા છે અને બધા ક્યા દેશમાંથી આવ્યા તેની નોંધ કરવામાં આવી રહી છે. જોકે કોરોના વાઇરસના નવા વેરિયન્ટનું જોખમ છે તેવા એકપણ દેશ ન હોવાની શક્યતા આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે. હાલ આ તમામ પ્રવાસીઓને ટ્રેક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Shah Jina