“આદિપુરુષ” રિલીઝ થતા પહેલા જ આ વ્યક્તિની ચમકી કિસ્મત, ફિલ્મની આલોચનાઓ છતાં પણ મળી કરોડો રૂપિયાની ચમચમાતી કાર ભેટમાં, જુઓ

લોકોને સાઉથના સુપરસ્ટાર પ્રભાસની પેન ઇન્ડિયા ફિલ્મ ‘આદિપુરુષ’થી ઘણી આશાઓ હતી પરંતુ આ ફિલ્મનું ટીઝર બહાર આવતાની સાથે જ આ ફિલ્મ લોકોના નિશાના હેઠળ આવી હતી. ફિલ્મના VFX અને પાત્રોના લુકને જોયા બાદ લોકો ગુસ્સે થયા હતા, જે બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મની જોરદાર ટીકા થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે અને લોકોએ તેને ઘણો ઠપકો પણ આપ્યો હતો.

પરંતુ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારને ઓમ રાઉતનું કામ પસંદ આવ્યું છે. આ કારણથી ભૂષણ કુમારે ઓમ રાઉતને લક્ઝરી કાર ગિફ્ટ કરી છે. નિર્દેશક ઓમ રાઉતને ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર તરફથી એક ખૂબ જ લક્ઝરી કાર ભેટ મળી છે, જેની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર થઈ રહી છે. ભૂષણ કુમારે ઓમ રાઉતને લાલ રંગની Ferrari F8 Tributo લક્ઝરી કાર ગિફ્ટ કરી છે. આ નવી ચમકતી લાલ કારની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ લક્ઝરી કારની કિંમત 4.08 કરોડ જણાવવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, આ લક્ઝરી કાર ભૂષણ કુમારના નામ પર પહેલાથી જ રજીસ્ટર હતી અને હવે ભૂષણે આ લાલ રંગની ફેરારી ઓમ રાઉતને ગિફ્ટ કરી છે અને તેને પોતાના કલેક્શનમાંથી બહાર કાઢી છે. એવું પણ કહેવાય છે કે ભૂષણ કુમાર સાથે જે પણ કામ કરે છે તેને હંમેશા આવી ભેટ મળે છે. અગાઉ, નિર્માતાએ ‘ભૂલ ભૂલૈયા 2’ ની સફળતા પછી કાર્તિક આર્યનને 4.70 કરોડ રૂપિયાની નારંગી રંગની મેકલેરેન કાર ભેટમાં આપી હતી.

આદિપુરુષ 12 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આમાં પ્રભાસ ભગવાન રામના રોલમાં, કૃતિ સેનન સીતાના રોલમાં, લક્ષ્મણના રોલમાં સની સિંહ અને સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ આદિપુરુષને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મમાં રાવણ અને બજરંગ બલી હનુમાનનો અવતાર જોઈને દર્શકો નાખુશ થયા હતા.

Niraj Patel