ઓલમ્પિકમાં જીતેલા ગોલ્ડ મેડલને દાંતથી દબાવ્યું તો આવ્યો તૂટવાનો આવાજ, સોશિયલ મીડિયામાં ગુસ્સે ભરાયા લોકો

હાલમાં જ ટોકિયો ઓલ્પિકનું સમાપન થઈ છે. જેમાં ઘણા ખેલાડીઓએ મેડલ જીત્યા, ભારત તરફથી પણ ટોકિયો ઓલમ્પિકમાં 7 મેડલ જીતવામાં આવ્યા. જેમાં ભલા ફેંકની પ્ર્તીયોગીતમાં નીરજ ચોપડાએ દેશેન ગોલ્ડ મેડલ અપાવ્યું. ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.

જાપાનની મહિલાએ સોફ્ટબોલ એથલીટ મિયુ ગોટોએ હાલમાં જ ટોકિયો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. આ મેડલની જીતની ખુશીમાં એટલી ઉત્સાહિત છે કે હજુ પણ તે જશ્ન માનવતા નથી થાકી રહી.  પરંતુ હાલમાં તેના આ રંગમાં ભંગ પડી ગયો જયારે તે જાપાનના નેગાયા શહેરમાં એક ફંક્શનમાં પહોંચી.

ત્યાં શહેરના મેયર તાકાશી કાવમુરાએ ગોટોના મેડલને દાંતથી દબાવ્યું અને તે તૂટી ગયું. જેના બાદ ગોટોની બધી જ ખુશી ગમમાં બદલાઈ ગઈ. જો કે મેયરે પોતાની આ હરકત ઉપર સાર્વજનિક રીતે માફી પણ માંગી છે. તે છતાં સોશિયલ મીડિયા ઉરપ મેયર પ્રત્યે લોકોનો ગુસ્સો ફાટી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે તાકાશીએ જેવું જ ગોલ્ડ મેડલ દાંતની નીચે દબાવ્યું કે તરત તેના તૂટવાનો આવાજ આવ્યો. આ ઘટના સામે આવ્યા બાદ લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. વિવાદોને વધતા જોઈને તાકાશીએ પણ સોશિયલ મીડિયામાં લોકોની માફી માંગી છે. જો કે ઇન્ટરનેશનલ ઓલમ્પિક સમિતિએ ગોલ્ડ મેડલને રિપ્લેસ કરવાની મંજૂરી આપી દીધી છે.

આ બાબતે એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે તાકાશીના માફી મંગાવાળા બીજા જ દિવસે નાગોયા સીટી હોલને 7000થી પણ વધારે ઇમેઇલ અને ફોન કોલ્સ આવ્યા હતા. જેમાં મેયરના આ એક્શનની ખુબ જ આલોચના થઇ હતી.

Niraj Patel