આ વ્યક્તિએ રમી ગામના ભાભાઓ સાથે જબરદસ્ત રમત, જીતવા પર આપ્યા એવા એવા ઇનામ કે વીડિયો જોઈને લોકો પણ રહી ગયા હેરાન.. જુઓ તમે પણ

ગામના ઘરડા દાદાઓને ફ્રિજ, કુલર, રોકડ રકમ જેવી અનેક વસ્તુઓ જીતવાનો મોકો આપ્યો આ વ્યક્તિએ.. વીડિયોએ જીતી લીધા દિલ.. જુઓ

આપણા દેશમાં ઘણા લોકો લોક સેવાના કામો કરતા હોય છે. જેના દ્વારા કેટલાય લોકોને આર્થિક મદદ પણ મળી જતી હોય છે. ત્યારે રાજસ્થાનના ખ્યાતનામ યુટ્યુબર અમિત મિશ્રા તેના વીડિયોને લઈને સતત ચર્ચામાં રહે છે. તેની ચેનલ ક્રેઝી XYZ પર તે એવા અવનવા વીડિયો પોસ્ટ કરતો હોય છે જેને જોઈને લોકો હેરાન રહી જતા હોય છે અને તેના વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ જતા હોય છે.

ત્યારે હાલમાં જ અમિતે સ્પિન ધ વ્હીલ ગેમનું આયોજન કર્યું હતું અને ગામના વૃદ્ધ લોકોને શાનદાર ઇનામ પણ આપ્યા. આવી રમતો અવારનવાર મેળામાં રમાતી હોય છે. આમાં વ્હીલ પર જે વ્યક્તિનું તીર અટકે છે તે વ્યક્તિ જીતે છે અને તેને તીરની સામે આવેલી વસ્તુ મળે છે. અમિતે ગામના કેટલાક વડીલો સાથે આવી જ રમત રમી.

જેમાં ગુલાબ જામુનથી લઈને લીલા મરચા અને ફ્રીજ સુધીના ઈનામો હતા. આ રમતમાં તમામ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દરમિયાન દરેક લોકો એકદમ ખુશ જોવા મળ્યા હતા. જોકે તેમાંથી મોટાભાગના લોકોએ હુક્કો જીતવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે તેમાંથી માત્ર એકને જ મળ્યો હતો.

વીડિયોની શરૂઆતમાં અમિત કહે છે કે તે દરેકને એક ગેમ રમાડવાનો છે. દરેક વ્યક્તિએ એક પછી એક વ્હીલ ફેરવવાનું છે, પછી તમને તે વસ્તુ મળશે જેના પર તીર અટકશે. આ વ્હીલમાં કુલ 10 વસ્તુઓ હતી. આ દરમિયાન અમિતે એમ પણ કહ્યું કે લોકો માને છે કે જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તેનું જીવન કંટાળાજનક બની જાય છે, પરંતુ એવું બિલકુલ નથી.

વડીલો આ રમતને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. આમાંથી એક વડીલનો જન્મ આઝાદી પહેલા થયો હતો, તેણે કહ્યું કે તેણે સ્વતંત્રતા સંગ્રામ જોયો છે. આ પછી બધા એક પછી એક વ્હીલ સ્પિન કરવા આવ્યા.

ભેટમાં ફ્રિજ, કુલર, લીલા મરચાં, નોટોના બંડલ, ગુલાબ જામુન, હુક્કા, બોક્સ, ચિપ્સ, પરફ્યુમ, એક સિક્કો અને પેટી હતી. પ્રથમ આવનાર વડીલ ગુલાબ જામુન જીત્યા. જો કે, એક વૃદ્ધ માણસે માત્ર એક સિક્કો જીત્યો. યુટ્યુબરની આ પહેલ લોકોને ખૂબ જ પસંદ આવી છે અને લોકો તેના પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક ઓનલાઈન યુઝરે કહ્યું, ‘આ માણસ હંમેશા કંઈક નવું અને અસાધારણ કરવાનો પ્રયાસ કરે છે અને તેના દર્શકોને દરેક આગામી વીડિયો માટે ઉત્સાહિત કરે છે.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘તમે ખૂબ જ ઉમદા કામ કરી રહ્યા છો અમિત ભાઈ… તમે તેના ચહેરા પર સ્મિત લાવી રહ્યા છો અને ગેમના બહાને તેની મદદ કરી રહ્યા છો.’

Niraj Patel