હજુ તો ઓડિશા ટ્રેન અકસ્માતના કારમાં ઘામાંથી દેશ ઉગાર્યો નહોતો ત્યાં એક્સપ્રેસ હાઇવે પર સર્જાઈ એક મોટી દુર્ઘટના, આટલા લોકોએ ગુમાવ્યો જીવ

એક્સપ્રેસ હાઇવે પર ઓઇલ ટેન્કરમાં લાગી ભીષણ આગ, આખો હાઇવે ભડભડ સળગી, આટલા લોકોના મોત, જુઓ વીડિયો

Mumbai- Pune Express Way Accident: ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા બધા મામલાઓ સતત સામે આવી રહ્યા છે, થોડા દિવસ પહેલા જ ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માતની અંદર પણ લગભગ 300 જેટલા લોકોના મોત થયા છે, ત્યારે અવાર નવાર સર્જાતી આવી અકસ્માતની ઘટનાઓમાં કેટલાય લોકો મોતને ભેટતા હોય છે, ત્યારે હાલ મુંબઈ પુણે એક્સપ્રેસ હાઇવે પર પણ એવી જ અકસ્માતની ઘટના સર્જાઈ છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આજે એક મોટો અકસ્માત થયો. અહીં એક ઓઈલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો, જે બાદ તેમાં આગ લાગી હતી. આ અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અકસ્માત બાદ હાઇવે પર જ આગ લાગી હતી.

આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. હાઈવેની એક તરફ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને એક બાજુથી જ વાહનોને હટાવવામાં આવી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના લોનાવાલા અને ખંડાલા વચ્ચે બની હતી. ટેન્કરમાં કોઈ રાસાયણિક પદાર્થ ભરવામાં આવ્યો હતો.

અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી અને કેમિકલના વિસ્ફોટના અંગારા રસ્તા પર દોડતા વાહનો પર પડવા લાગ્યા હતા. લોનાવાલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં રસ્તા પર દોડી રહેલા ચાર મોટરચાલકોને ઈજા થઈ હતી અને ત્રણના મોત થયા હતા. મૃતકોમાં એક ટેન્કરમાં મુસાફર હતો, અને ટેન્કરમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ટેન્કરમાંથી કેમિકલ ઓઈલ લીક થવાના કારણે આગ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. આ આગના કારણે બ્રિજ નીચેથી પસાર થતા વાહનોને પણ નુકસાન થયું હતું. પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે હાજર છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતના સમાચાર છે. આ આગમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.

Niraj Patel