લો બોલો…પાકિસ્તાની આર્મી ઓફસરનો ખોટી ડંફાસ મારતો વીડિયો થયો વાયરલ, બોલ્યો “PM મોદીને જંજીરોમાં જકડીને…”, જુઓ

પાક. આર્મી ઓફિસરે ભારત અને પીએમ મોદી વિરુદ્ધ ઓક્યું ઝેર, જવાબમાં મેજરે આપ્યો એવો જવાબ કે બોલતી થઇ ગઈ બંધ… જુઓ વીડિયો

Officer wants to take PM Modi hostage : વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની સતત મજાક ઉડાવવામાં આવી રહી છે, ત્યારે તેના વરિષ્ઠ આર્મી ઓફિસર તાજેતરમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ફેલાવતા જોવા મળ્યા હતા. એક વરિષ્ઠ પાકિસ્તાની સૈન્ય અધિકારીએ ભીડને સંબોધતા ભારત પર કબજો કરવાની અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇસ્લામિક રાષ્ટ્રમાં જંજીરોમાં બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી. એટલું જ નહીં, પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેઓ ભારત પર આક્રમણ કર્યા પછી પેલેસ્ટાઈનને આઝાદ કરશે અને વિચિત્ર રીતે ત્યાં ઉભેલા લોકોએ તેમના માટે તાળીઓ પાડી અને ખુશી વ્યક્ત કરી.

પીએમ મોદીને સાંકળોમાં બાંધશે :

વીડિયોમાં પાકિસ્તાની ઓફિસર લોકો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. તે કહી રહ્યા છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં તેમનો દેશ વડાપ્રધાન મોદીને સાંકળોમાં બાંધવા ઈચ્છે છે. આપણી સેના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંકળોમાં બાંધીને આગળ વધશે અને પછી પેલેસ્ટાઈનને આઝાદ કરશે. પાકિસ્તાની આર્મી દુનિયાની એકમાત્ર સેના છે. કથિત પાકિસ્તાની લશ્કરી અધિકારીએ ઇસ્લામિક ભાષણમાં દાવો કર્યો હતો કે ભારતના શાસકો ગુલામ બની જશે. પૂર્વની સેનાઓ દ્વારા પેલેસ્ટાઈનને આઝાદ કરવામાં આવશે.

મેજરની પ્રતિક્રિયા :

આ વાયરલ વીડિયોના જવાબમાં નિવૃત્ત મેજર જનરલ ગૌરવ આર્યએ પાકિસ્તાની અધિકારી પર કટાક્ષ કર્યો અને લખ્યું, “હું આ પાકિસ્તાની આર્મી ઓફિસરને ભારત પર આક્રમણ કરવાની વાત કરતા પહેલા વજન ઘટાડવાની સલાહ આપવા માંગુ છું. ઐસા લગ રહા હૈ જૈસે કોઈ હલવાઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન મેં હિસ્સા લેને. જા રહા હૈ.”

વૈશ્વીક મંચ પર પણ ઉડે છે મજાક :

વૈશ્વિક મંચ પર પાકિસ્તાન તેની પ્રાસંગિકતા ગુમાવી રહ્યું છે તે વિશે વાત કરતાં, દેશના રખેવાળ વડા પ્રધાન અનવર ઉલ હક કાકરે તાજેતરમાં ક્લાઈમેટ સમિટ માટે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. વિશ્વ નેતાઓના ફોટો સેશન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના નેતાઓ સાથે આગળની હરોળમાં ઊભા હતા, જ્યારે અનવર ઉલ હક કાકર ખૂણામાં છેલ્લી હરોળમાં ઊભા રહી ગયા હતા. આ ફોટો તાજેતરમાં સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.

Niraj Patel