અમદાવાદના રેલવે સ્ટેશન પર ચાલુ વંદે ભારત ટ્રેનમાં ચઢવા માટે ગયો અધિકારી, પગ લપસ્યો અને ટ્રેનની નીચે ઘુસી જતા જ… જુઓ વીડિયો

અમદાવાદ રેલવે સ્ટેશન પર સર્જાયા રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો, રેલવે અધિકારીની લાપરવાહીના કારણે ચાલ્યો જવાનો હતો તેમનો જીવ, પરંતુ… જુઓ કેમેરામાં કેદ થયેલા દૃશ્યો

Ahmedabad Vande Bharat train accident : સોશિયલ મીડિયામાં ઘણીવાર એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને રૂંવાડા ઉભા થઇ જાય. તમે રેલવે સ્ટેશન પર બનતી ઘણી ઘટનાઓ જોઈ હશે, જેમાં કેટલાક પેસેન્જર ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં મોતને પણ આમંત્રણ આપી બેસતા હોય છે, ત્યારે આવા વીડિયો સામે આવતા જ ચકચારી મચી જતી હોય છે, હાલ અમદાવાદનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક અધિકારીની લાપરવાહીના કારણે તેનો જીવ જતા જતા બચ્યો.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં મુંબઈ સર્કલના ડેપ્યુટી સીપીઆઈ અભિનાશ તુતડેને અમદાવાદ પ્લેટફોર્મ પર ચાલતી વંદે ભારત ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પરંતુ ટ્રેનનો દરવાજો બંધ હોવાને કારણે તે તેના પર ચઢી શકતો નથી અને પ્લેટફોર્મ પર પડી જાય છે. સારી વાત એ રહી કે સીપીઆઈ અભિનાશ ટ્રેનની નીચે ન પડ્યો અને જેના કારણે તેનો જીવ બચી ગયો. અકસ્માતનો વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તેના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયો 26 જૂને અમદાવાદથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસનો છે. ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનેથી નીકળી હતી અને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન અભિનાશે તેના પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંતુલન ગુમાવવાને કારણે તે પ્લેટફોર્મ પર જ પડી ગયો હતો. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં અભિનાશ રેલવે સ્ટેશન પર ટ્રેનની સાથે ચાલતો જોઈ શકાય છે. એક જગ્યાએ, તે લોકો પાઇલટની બારી પણ ખટખટાવે છે અને જ્યારે તે છેલ્લા પ્રયાસમાં ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે લપસીને પડી જાય છે. જોકે, ત્યારે જ નજીકમાં ઉભેલા લોકો અભિનાશને મદદ કરવા દોડી આવ્યા હતા. મોટી દુર્ઘટના ટળી હતી.  વંદે ભારત ટ્રેનનો ગેટ બંધ હતો. ટ્રેનને જતી જોઈ અભિનાશ ઉતાવળમાં હતો. તે દોડીને ટ્રેન પકડવા માંગતો હતો, જ્યારે આ અકસ્માત થયો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel