કોલસાથી ભરેલા ટ્રકની અંદર છેક નીચે સંતાડવામાં આવ્યો હતો કરોડો રૂપિયાનો ગાંજો, પોલીસને આવી રીતે લાગી ગાંજો હોવાની ભનક, જુઓ

દેશભરમાં સ્મગલિંગની ઘટનાઓએ જોર પકડ્યું છે, થોડા દિવસ પહેલા જ ગુજરાતના મુદ્રા પોર્ટ ઉપર હેરોઇનનો મોટો જથ્થો પ્રાપ્ત થયો હતો, ત્યારે હાલ એક બીજી ઘટનાએ પણ ચકચારી મચાવી દીધી છે જેમાં કોલસાની નીચે રાખેલો કરોડો રૂપિયાનો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો છે. ગાંજાની તસ્કરી કરી રહેલા 3 લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે.

આ ઘટના બની છે ઓડિશામાં. જ્યાં ઓડિશા પોલીસે એક મોટી કાર્યવાહી કરતા બે હજાર કિલોગ્રામથી પણ વધારે ગાંજા સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકો સાથે એક ટ્રક પણ જપ્ત કરી લીધી છે. જેના દ્વારા ગાંજાને ખેપ લઇ જવામાં આવી રહ્યો હતો. પોલીસને આ બાબતે સૂચના મળી હતી કે ટ્રક દ્વારા ગાંજાનું સ્મગલિંગ થઇ રહ્યું છે.

જેવી આ બાબતની સૂચના પોલીસને મળી કે તરત પોલીસની ટીમ દ્વારા નાકાબંધી કરી અને ગાડીઓની તપાસ શરૂ કરી હતી. પોલીસે આ દરમિયાન એક કોલસો ભરેલા ટ્રકની પણ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન જ પોલીસને ટ્રકની અંદર કોલસાની નીચે કોથળાની અંદર ભરેલો ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે જપ્ત કરેલા ગાંજાની કિંમત 2.25 કરોડ રૂપિયાથી પણ વધારે જણાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાંજાના કોથળાને ટ્રકની અંદર કોલસાની નીચે છુપાવવામાં આવ્યો હતો. પોલીસે એમ પણ જણાવ્યું કે લગભગ 2,256 કિલોગ્રામ ગાંજાને લઇ જવામાં આવી રહેલા એક ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે અને કાર્યવાહી કરતા ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું હતું કે ગાંજાથી ભરેલા 94 પેકેટ ટ્રકની વચ્ચે કોલસાની નીચે રાખવામાં આવ્યા હતા. પોલીસે આ ટ્રકને ચિત્રકોટા નજીક ઉભી રાખી અને ચેક કરી હતી. આ વિસ્તાર ક્યારેક નક્સલીઓનો ગઢ માનવામાં આવતો હતો. પોલીસે જણાવ્યું કે ટ્રકને રૂટિન ચેકીંગ દરમિયાન રોકવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન ટ્રકમાં સવાર લોકોનો વ્યવહાર થોડો અજીબ લાગવાના કારણે ટ્રકની આખી તપાસ કરવામાં આવી જેમાં આ ગાંજો મળી આવ્યો.

તો અન્ય એક મામલામા મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓએ એક યાત્રી પાસેથી 293.620 ગ્રામ સોનુ જપ્ત કર્યું છે. આ વ્યક્તિ કેરળનો રહેવાસી છે અને જે દુબઇથી પરત ફરી રહ્યો હતો. આ વ્યક્તિએ સોનાને એક ધાબળામાં સંતાડ્યું હતું. જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત લગભગ 13,88,823 જણાવવામાં આવી રહી છે.

Niraj Patel