ડીપ નેકલાઇન ડ્રેસમાં કાજોલ અને અજય દેવગનની લાડલી ન્યાસા દેવગન, ગોર્જિયસ લુક જોઇ ચાહકો થઇ રહ્યા છે પાગલ

બોલિવૂડના પાવર કપલ કહેવાતા અજય દેવગન અને કાજોલની લાડલી ન્યાસા દેવગન તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. ન્યાસા ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. ન્યાસાની ખૂબસૂરત અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલી રહેતી હોય છે. ન્યાસાની નવી તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. કાજોલ અને અજયની પુત્રી હોવાને કારણે લોકો ન્યાસા વિશે જાણવા માટે પણ ખૂબ જ ઉત્સુક છે. ન્યાસા પહલા કરતા વધુ ગ્લેમરસ બની ગઇ છે અને તેનો પુરાવો છે તેની લેટેસ્ટ તસવીરો.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan ♡ (@nysadevganx)

ફરી એકવાર ન્યાસાની અદભૂત તસવીરો સામે આવી છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ન્યાસા દેવગન આ તસવીરોમાં તેના મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે રેડ ડીપનેક ડ્રેસ પહેર્યો છે.આ રેડ ડ્રેસમાં ન્યાસા ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે એમ કહેવું ખોટું નહીં હોય. ઉલ્લેખનીય છે કે આ પહેલા ન્યાસા તેના લુક માટે ઘણી ટ્રોલ થઈ હતી. જોકે હવે એવું નથી. હવે લોકો ન્યાસાની સુંદરતાથી મંત્રમુગ્ધ છે. ન્યાસાના ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, આટલી મોટી ક્યારે બની ગઇ ? તો અન્ય એક યુઝરે લખ્યું કે, “તે તેની માતા કરતાં વધુ સુંદર લાગે છે”.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan ♡ (@nysadevganx)

આ ઉપરાંત ન્યાસાની બીજી એક તસવીર પણ વાયરલ થઇ રહી છે, જેમાં તેણે નોટેડ ક્રોપ ટોપ પહેર્યુ છે. ન્યાસાએ તેનો ગ્લેમરસ લુક કંપલીટ કરવા માટે ગ્લોસી મેકઅપ અને ઇન્ટેન્સ મસ્કરા લગાવ્યા છે. ન્યાસાએ તેના આ ખૂબસૂરત ફોટોથી ફરી એકવાર ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. ન્યાસાની સ્ટાઈલ અને તેનો લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે. ચાહકો ન્યાસાના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે તો ન્યાસાની સરખામણી તેની મમ્મી કાજોલ સાથે કરી છે. યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું – નાની કાજોલ મેમ.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan ♡ (@nysadevganx)

બીજી તરફ, અન્ય યુઝરને લાગે છે કે ન્યાસા બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. યુઝરે લખ્યું- છોકરી તૈયાર છે. આ પહેલા નવા વર્ષની શરૂઆતમાં ન્યાસા દેવગને બ્લેક કલરનો મોનોટોન ડ્રેસ પહેરીને ઘણા લોકોના દિલ ઘાયલ કર્યા હતા. ન્યાસા બ્લેક આઉટફિટમાં ગોર્જિયસ લુકમાં જોવા મળી હતી. ન્યાસાની તસવીરે ઘણી હેડલાઈન્સ બનાવી હતી અને હવે ફરી એકવાર ન્યાસાની તસવીરોએ ફેન્સનું દિલ જીતી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan ♡ (@nysadevganx)

કાજોલ અને અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણ મોટી થઈને એકદમ ગ્લેમરસ બની ગઈ છે. ન્યાસા, જે પહેલેથી જ સોશિયલ મીડિયા સેન્સેશન છે, તે ઘણીવાર તેના ફેન પેજ દ્વારા તેના નવી તસવીરો અને વીડિયોમાં દેખાય છે. હવે તેના બોલ્ડ ફોટોઝ ફરી એકવાર હેડલાઇન્સ બનાવી રહ્યા છે. ન્યાસા દેવગનનું ટ્રાન્સફોર્મેશન એકદમ અદ્ભુત છે અને તે બોલિવૂડ માટે સંપૂર્ણપણે તૈયાર લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan ♡ (@nysadevganx)

એમ કહેવું ખોટું નહીં હોય કે જો તેની હિન્દી ફિલ્મમાં ડેબ્યૂની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તો તેના ચાહકો માટે તે સૌથી મોટા સમાચાર હશે. થોડા દિવસો પહેલા, ન્યાસાએ બ્લેક ડ્રેસમાં તેની અતિ-ગ્લેમરસ તસવીરથી ઇન્ટરનેટને હલાવીને રાખી દીધું હતું. ફોટોમાં, ન્યાસા સિઝલિંગ હોટ બ્લેક ડ્રેસમાં મિરર સેલ્ફી લેતી જોવા મળી હતી. તેનો ફોટો શેર કરતા તેના ફેન પેજ પર લખ્યું, ‘આવી સુંદરતા.’ થોડી જ વારમાં આ તસવીર વાયરલ થઈ ગઈ. તેના ચાહકોએ પોસ્ટ પર હાર્ટ એન્ડ ફાયરના ઇમોજી કમેન્ટ કર્યા હતા.

Shah Jina