અજય દેવગન અને કાજોલની દીકરી નિસાએ લંડનમાં મિત્રો સાથે કરી પાર્ટી, BFF ઓરહાન સાથે ખૂબ ક્લિક કરાવી તસવીરો

પૈસાદાર લોકોને જલસા જ જલસા હોય, નિસા દેવગને મિત્ર ઓરી સાથે લંડનમાં કરી લેટ નાઇટ પાર્ટી, જુઓ PHOTOS

Nysa parties with BFF Orhan Awatramani: બોલિવૂડ અભિનેતા અજય દેવગન અને કાજોલની દીકરી નિસા દેવગન આ દિવસોમાં લંડનમાં છે. જ્યાં તે તેના બેસ્ટ ફ્રેન્ડ ઓરહાન સાથે લેટ નાઈટ પાર્ટી કરતી જોવા મળી હતી. ઓરીએ પોતે આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

જેમાં સ્ટારકીડ નિસા દેવગન તેની સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. આ પછી નિસા દેવગનની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ ગઇ. આ તસવીરો સામે આવ્યા બાદ દાવો કરવામાં આવ્યો કે લંડનમાં આ લેટ નાઈટ પાર્ટીમાં બંને સ્ટાર્સે ખૂબ જ મસ્તી કરી હતી.

નિસા દેવગન અને ઓરીની આ તસવીરો બધાનું ધ્યાન ખેંચતી જોવા મળી હતી. જો કે, સામે આવેલી આ તસવીરોમાં નીસા થોડી થાકેલી પણ દેખાતી હતી. સેલિબ્રિટીના બાળકોના નજીકના મિત્ર તરીકે ઓળખાતો ઓરહાન અભિનેત્રી કાજોલની દીકરી નિસા દેવગન સાથે પણ સારો બોન્ડ શેર કરે છે. બંને ઘણીવાર સાથે વેકેશન પર પણ જાય છે.

ઓરહાનની સ્ટારકીડ નિસા દેવગન સાથે ગાઢ મિત્રતા છે. ઘણીવાર બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. નિસા દેવગન અને તેના મિત્ર ઓરહાનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવતા ધૂમ મચાવે છે. જણાવી દઇએ કે, નિસા દેવગન અજય અને કાજોલની પુત્રી છે,

જે સિંગાપોરની ગ્લિઅન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાં સ્કૂલિંગ કર્યા પછી સ્વિટ્ઝર્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. સ્ટાર કિડ ઘણીવાર ભારતમાં કે વિદેશમાં પાર્ટી અને વેકેશન માણતા જોવા મળે છે. ઓરહાનની વાત કરીએ તો, તે એક લોકપ્રિય સેલિબ્રિટી છે, જે ઘણીવાર બોલિવૂડ સ્ટારકિડ્સ સાથે જોવા મળે છે. ત્યાં ચાહકો પણ તેના વખાણ કરતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, નિસા હાલમાં જ 20 વર્ષની થઈ છે. નિસાના બર્થ ડે પર તેના માતા-પિતા એટલે કે કાજોલ અને અજયે એક ખાસ પોસ્ટ પણ શેર કરી હતી. આ સિવાય સ્ટારકિડના 20મા જન્મદિવસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Shah Jina