ખુશખબરી: પતિ નથી પણ બીજાથી પેદા થયેલા બાળકના મમ્મી નુસરત જહાંએ કરી લીધા ફરી લગ્ન? જાણો

બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અદાકારા અને ટીમએસની ચર્ચિત સાંસદ નુસરત જહાં છેલ્લા ઘણા દિવસોમાં તેની પ્રેગ્નેંસી અને લગ્ન તૂટવાને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. કહેવામાં આવે છે કે તેમનું અભિનેતા યશ દાસગુપ્તા સાથે અફેર છે. પરંતુ હવે નુસરતે શેર કરેલી તસવીર તો બીજી વાત પર જ ઇશારો કરી રહી છે. નુસરતે ઇશારો આપ્યો છે કે તેણે યશ સાથે લગ્ન કરી લીધા છે. તે બંને થોડા સમય પહેલા જ દીકરા યીશાનના પેરેન્ટ્સ બન્યા હતા. નુસરત તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહે છે.

10 ઓક્ટોબરના રોજ યશ દાસગુપ્તાનો જન્મદિવસ હતો. આ ખાસ અવસર પર નુસરતે અડધી રાત્રે યશને સરપ્રાઇઝ આપ્યુ હતુ, જેની તસવીરો તેણે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. આ સેલિબ્રેશનની તસવીરો શેર કરતા નુસરતે બધાને જણાવી દીધુ છે કે, યશ તેના બાળકના પિતા છે અને સાથે સાથે તેણે તે બંનેના સંબંધ પર પણ સસ્પેંસ ખત્મ કરતા યશને પતિ પણ જણાવ્યા.

નુસરતે શેર કરેલી તસવીરમાં કેક જોવા મળી રહી છે. જેના પર પતિ અને પિતા લખ્યુ છે. આ જોયા બાદ એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, બંને લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. આ ઉપરાંત નુસરતે એક ખૂબસુરત તસવીર પણ શેર કરી છે, જેમાં તે બંને જોવા મળી રહ્યા છે અને આ સાથે નુસરતે કેપ્શનમાં લખ્યુ છે કે, હેપ્પી બર્થ ડે માય.. તે બાદ તેણે દિલનું ઇમોજી મૂક્યુ છે.

આમ તો નુસરત પહેલા જ તેના લગ્નની હિંટ આપી ચૂકી છે. કેટલાક દિવસ પહેલા નુસરત સાથે યશની તસવીર સામે આવી હતી અને આ તસવીરોમાં નુસરતે સિંદુર લગાવેલુ હતુ. આ તસવીર જોયા બાદ ચાહકોએ પૂછ્યુ હતુ કે બંનેએ છૂપી રીતે લગ્ન કરી લીધા છે કે શું.

ઉલ્લેખનીય છે કે, નુસરતે તેના દીકરાને ઓગસ્ટમાં જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ તેની પ્રેગ્નેંસીનો ઓફિશિયલી ખુલાસો કર્યો ન હતો, પરંતુ બેબી બંપ સાથે તેની તસવીરો વાયરલ થવા લાગી ત્યારે આ વાતની પુષ્ટિ થઇ હતી. હાલમાં જ એક ઇવેન્ટમાં નુસરતે તેના તેના દીકરાની તસવીર શેર કરવા વિશે પૂછવામાં આવ્યુ હતુ.

આ પર નુસરતે તેણે કહ્યુ હતુ કે, આ વસ્તુ તમારે તેના પિતાને પૂછવી જોઇએ. તે આ સમયે કોઇને પણ દેખાડવા માંગતા નથી. જણાવી દઇએ કે, નુસરતે વર્ષ 2019માં તુર્કીમાં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જો કે, આ લગ્ન 2 વર્ષ પણ ન રહ્યા. નુસરતે કહ્યુ હતુ કે, ભારતીય કાનૂન અનુસાર તેમના લગ્ન માન્ય નથી.

Shah Jina