નુસરત જહાંએ શેર કરી બેબીબંપ ફ્લોન્ટ કરતી તસવીરો, મિકી માઉસ ડ્રે્સમાં જોવા મળી અભિનેત્રી

આ 7 PHOTOS જોતા જ ફેન્સે પૂછ્યો સવાલ…પપ્પા કોણ છે? જુઓ PHOTOS

બંગાળ ટીએમસીની ચર્ચિત સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં છે. તેની ચર્ચાનું કારણ તેની કોઇ ફિલ્મ કે તેની ગ્લેમરસ તસવીરો નહિ પરંતુ તેની લગ્ન અને તેની પ્રેગ્નેંસી છે. જો કે, હાલ તો તેણે તેની પ્રેગ્નેંસી વિશે કોઇ જ નિવેદન આપ્યુ નથી. પરંતુ તેણે તેના લગ્નને અમાન્ય ગણાવ્યા છે.

હાલ તો નુસરત તેની બેબીબંપ વાળી તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. નુસરત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની લેટેસ્ટ તસવીરો કે તેનું ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

હાલમાં જ નુસરતે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તેનો બેબીબંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં તે મિકી માઉસ કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળી રહી છે.

નુસરતે આ તસવીર શેર કરતા કેપ્શન લખ્યુ છે કે, ચાલો ખોવાયેલા પક્ષીને ઘરનું ગાઇડ કરીએ. સોશિયલ મીડિયા પર નુસરતની બેબીબંપ વાળી આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર નુસરત 6 મહિનાની પ્રેગ્નેટ છે. જો કે, આ ખબર પર નુસરતે હાલ તો ચુપ્પી સાધી છે. ત્યારે આ વચ્ચે નુસરતની આ તસવીરો આવતા ફરી તે છવાઇ ગઇ છે. નુસરતની તસવીરોમાં તેના ચહેરા પર તેની પ્રેગ્નેંસીનો ગ્લો જોવા મળી રહ્યો છે.

નુસરતની આ તસવીરો પર કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. નુસરતની આ તસવીર પર એક યુઝરે લખ્યુ કે, સાંભળવામાં આવ્યુ છે કે, દાસ ગુપ્તા પિતા બનવાના છે. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યુ કે, આ બાળકના પિતા કોણ છે ? એક અન્ય યુઝરે લખ્યુ કે, તમે તમારા પતિ સાથે આટલુ ખરાબ કેમ કર્યુ ? આ પહેલા પણ નુસરતે કેટલીક તસવીરો શેર કરી હતી.

તમને જણાવી દઇએ કે, 19 જૂન 2021ના રોજ નુસરત અને નિખિલ જૈને તુર્કીમાં લગ્ન કર્યા હતા. ત્યાં જ લગ્નના 2 વર્ષ બાદ નુસરતે આ લગ્નને અમાન્ય ગણાવ્યા છે અને નુસરત અને નિખિલ બંનેએ એકબીજા પર ઘણા આરોપો પણ લગાવ્યા છે.

નુસરત અનુસાર તેના અને નિખિલના લગ્ન તુર્કીમાં થયા હતા અને તે ભારતીય કાનૂન અનુસાર અવૈદ્ય છે. આ એક લિવ ઇન રિલેશનશિપ છે એટલા માટે તલાક લેવાની વાત તો આવતી જ નથી.

Shah Jina