બોયફ્રેન્ડને ખુશ કરવા માટે નર્સે ગિફ્ટ કર્યો ચોરી કરેલ મૃત દર્દીનો મોબાઈલ પછી ખુલ્યું એક રાઝ

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનની નામી હોસ્પિટલમાં દર્દીના મોબાઇલ ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ખાસ વાત એ છે કે, હોસ્પિટલની નર્સ મોબાઇલ ચોરી કરી તેના પ્રેમીને આપતી હતી.

પોલિસે આ મામલે મૈક્સ હોસ્પિટલની નર્સ અને તેના એક સાથીની ધરપકડ કરી છે. આ ખુલાસો બુધવારના રોજ થયો હતો. 15મેએ વસંત વિહાર નિવાસી અમનદીપના પિતા અવતાર સિંહના હોસ્પિટલથી મોબાઇલ ચોરી થવાની પોલિસને જાણકારી આપી.

પોલિસે સર્વેલન્સ ટીમની મદદથી તપાસ કરી અને જાણવા મળ્યુ કે, એક ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરનાર વ્યક્તિ સલમાન પાસે મોબાઇલ છે. જેને પોલિસે હિરાસતમાં લીધો. સાથે જ મોબાઇલ વિશે પૂછપરછ કરી.

સલમાને પોલિસને જણાવ્યુ કે, તેની ગર્લફ્રેન્ડે હોસ્પિટલથી મોબાઇલ ચોરી કરી તેને આપ્યો હતો. જે બાદ પોલિસે તેની ગર્લફ્રેન્ડ રૂકઇયાને મૈક્સ હોસ્પિટલ પાસેથી ધરપકડ કરી લીધી. મામલામાં પોલિસે નર્સ અને તેના પ્રેમી સલમાનની ધરપકડ કરી હતી.

પોલિસ અનુસાર, નર્સ તેના પ્રેમીને ખુશ કરવા અને પૈસા કમાવવા માટે ચોરીના મોબાઇલ આપતી હતી.

Shah Jina