મૃત્યુના સમયે લોકોને શું દેખાય છે? નર્સે કર્યો ચોંકાવનારો દાવો, 50 લાખથી વધુ વખત જોવાયો વીડિયો

એ તો આપણે બધા જાણીએ જ છીએ તે જેનું નામ છે તેનો નાશ છે. જેનું જીવન છે તેુનં મરણ છે. મોતને કોઈ ટાળી શક્યુ નથી. છતા પણ લોકો મોતથી ડરે છે. તો બીજી તરફ ઘણા કિસ્સા એવા પણ સામે આવ્યા છે જેમાં ઘણા લોકો મોત પહેલાનો અને મોત પછીનો અનુભવ શેર કર્યો હોય. ઘણા લોકો મોતની થોડી મિનિટો બાદ ફરી જીવીત થયા હોવાની વાત પણ કરે છે. હવે આ કડીમાં એક નર્સે કેટલાક ચોંકાવાનારા દાવા કર્યા છે. આ નર્સે પોતાના અનુભવના આધારે જણાવ્યું કે લોકોને મોત પહેલા શું અનુભવ થાય છે અને શું દેખાય છે.

આ નર્સે હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર લોકોની સારવાર કરે છે. તેમણે પોતાની નજર સામે કેટલાય દર્દીઓને મરતા જોયા છે. આ નર્સનું નામ જુલી છે. જુલીએ ટિકટોક પર પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, મોત નજીક આવતા લોકોને કેવો અનુભવ થાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે. આ સાથે ઘણા લોકોએ જુલીના અનુભવનું સમર્થન પણ કર્યું છે.

જુલીએ જણાવ્યું કે, મોતના સમયે લોકોને પોતાના નજીકના સગા સંબંધી દેખાવા લાગે છે. જે હવે આ દુનિયામાં નથી. જુલીનું કહેવુ છે કે મૃત્યુ પામેલા લોકો તે વ્યક્તિના દર્દને ઓછુ કરવામાં લાગી જાય છે. નર્સનો દાવો છે કે, તેમણે એવા કેટલાય દર્દીઓની સારવાર કરી છે જેમણે મોત પહેલા તેમના સગા સંબંધીઓ દેખાવા લાગ્યો હોય.

તેમના કહેવા પ્રમાણે મોતના એક મહિના પહેલા કે કેટલાક સપ્તાહ પહેલા વ્યક્તિના સંબંધીઓ દેખાવા લાગે છે. તેઓ તેમની સાથે કા તો વાતો કરતા હતા કા તો એકીટસે જોયા કરતા હતા. જ્યારે દર્દીઓને પૂછવામાં આવે કે તેમને શું દેખાય છે તો તેઓ પોતાના સંબંધીઓના નામ આપે છે. જુલીનું કહેવુ છે કે મરેલા સંબંધીઓ મોતનું દર્દ ઓછુ કરવા માટે મરી રહેલા વ્યક્તિ પાસે દર્દ ઓછું કરવા માટે આવે છે.

જુલીએ જેવો પોતાના અનુભવ ટિકટોક પર શેર કર્યો તુરંત જ ઘણા લોકોએ આ વીડિયો પર પોતાના અનુભવ શેર કર્યા. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું કે, જ્યારે તેમના દાદાનું મોત થઈ રહ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમનો આખો પરિવાર અહિયા છે. જ્યારે તેમણે તેમના દાદાનો હાથ પકડ્યો ત્યારે તેમણે કહ્યું કે,તેઓ તે લોકોની વાત નહોતા કરી રહ્યા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, તેમના માતાએ પણ આવી વાત કરી હતી. જો કે આ બધી વાતોનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

YC