580 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, 5 કલાક 59 મિનિટ ચાલશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકો રહે સાવધાન

580 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, 5 કલાક 59 મિનિટ ચાલશે ચંદ્રગ્રહણ

19 નવેમ્બરે એટલે કે આવતીકાલે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તવમાં આ ચંદ્રગ્રહણ કારતક માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ થઈ રહ્યું છે, જેને કારતક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે કારતક માસ પૂર્ણ થઈ રહ્યો છે.

સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ : આ ખૂબ જ ખાસ છે કારણ કે આ પ્રકારનું ચંદ્રગ્રહણ 580 વર્ષ પછી થવાનું છે. આ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ માનવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ છેલ્લા 580 વર્ષોનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે. ગ્રહણનો સમયગાળો લગભગ સાડા ત્રણ કલાકનો રહેશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ બપોરે 12:48 થી 04:17 મિનિટ સુધી ચાલશે.

સુતક લાગશે નહીં : આ આંશિક ચંદ્રગ્રહણ છે, તેથી ગ્રહણ દરમિયાન કોઈ સૂતક રહેશે નહીં. જ્યોતિષના મતે આ ચંદ્રગ્રહણની ભારત પર કોઈ અસર નહીં થાય. કારણ કે આ આંશિક એટલે કે છાયાગ્રહણ છે, તો પછી સુતક કાળ નહીં હોય. જ્યારે સંપૂર્ણ ગ્રહણ હોય ત્યારે જ તે લાગુ પડે છે. જો સંપૂર્ણ ચંદ્રગ્રહણ હોય, તો ગ્રહણનો સમયગાળો શરૂ થવાના 9 કલાક પહેલા સુતક શરૂ થાય છે.

ચંદ્રગ્રહણ કઈ રાશિમાં લાગશે? : આ વખતે ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં થવા જઈ રહ્યું છે. તેથી વૃષભ રાશિના લોકો પર તેની મહત્તમ અસર જોવા મળશે. આ સિવાય કૃતિકા નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૃતિકા નક્ષત્રને સૂર્યનું નક્ષત્ર માનવામાં આવે છે. આથી જેમનો જન્મ કૃતિકા નક્ષત્રમાં થયો છે, તેઓએ સાવધાન રહેવાની જરૂર છે.

સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ : 19 નવેમ્બર 2021ના રોજ થનાર ચંદ્રગ્રહણ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ માનવામાં આવે છે. ગ્રહણની શરૂઆત ભારતીય સમય અનુસાર સવારે 11.34 વાગ્યાથી થશે. જે સાંજે 5:33 કલાકે પૂર્ણ થશે. ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 59 મિનિટનો રહેશે.

આ રાશિના લોકોએ સાવધાન રહેવું

મેષ- ચંદ્રગ્રહણની અસર તમારી રાશિ પર પણ જોવા મળશે. પૈસા અને સ્વાસ્થ્યના મામલે સાવધાની રાખો. મહત્વપૂર્ણ કાર્યો ઉતાવળમાં કરવાનું ટાળો અને આ સમય દરમિયાન કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો.

વૃષભઃ- આ વખતે ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં થઈ રહ્યું છે, તેથી તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. વિવાદોથી દૂર રહો, તમે તણાવથી બચી શકશો. વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખો. ગુસ્સો, ઘમંડ અને મૂંઝવણથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

સિંહઃ- કૃતિકા નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. કૃતિકા નક્ષત્રનો સ્વામી સૂર્ય છે. સૂર્ય તમારી રાશિનો પણ સ્વામી છે. માટે સ્વભાવમાં નમ્રતા અને વાણીમાં મધુરતા જાળવવી. અધિકારોનો દુરુપયોગ કરશો નહીં.

આ બાબતોનું ધ્યાન રાખો : જો કે આ ગ્રહણની અસર ભારતમાં જોવા નહીં મળે, પરંતુ નિષ્ણાતો ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનનું ધ્યાન કરવાની સલાહ આપે છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરો અને જો તમે ગર્ભવતી હો તો તમારે ખાસ કાળજી લેવાની જરૂર છે.

YC