2022ને લઈને નાસ્ત્રેદમસની 7 ભવિષ્યવાણી તમારા રૂવાડા ઉભા કરી દેશે, વિશ્વ અંત નક્કી?

શનિવારથી નવુ વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. નવા વર્ષમાં નવા સંકલ્પો સાથે લોકો તેને આવકારવા થનગની રહ્યા છે તો બીજી તરફ મહાન ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે 2022ને લઈને કેટલીટ ચોંકાવનારી આગાહીઓ કરી છે. જેને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચા શરૂ થઈ છે. ફ્રાન્સના આ એસ્ટ્રોલોજરની ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાનો અંત કેવી રીતે આવશે.

તેમણે આ પહેલા કરેલી ઘણી ભવિષ્યવાણી સાચી પડી છે. વર્ષ 2022માં તેમણે એક શક્તિશાળી નેતાના નિધનની પણ વાત કરી છે. તેમણે આ બધી ભવિષ્યવાણી ચોપાઈના રૂપમાં રહી છે.
તો આવો જાણીએ વર્ષ 2022માં સમગ્ર વિશ્વમાં શું શું બદલાવ આવશે અને તેની લોકો પર કેવી અસર થશે.

1.રોબોટ : આ એસ્ટ્રોલોજરની ભવિષ્યવાણીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉલ્લેખ જોવા મળ્યો છે. આ ટેકનોલોજી દર વર્ષે એડવાન્સ થતી જઈ રહી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ આવનારા વર્ષોમાં લોકો પર રોબોટનો કબજો થઈ જશે.

2.ભયાનક ભૂકંપ આવશે : નાસ્ત્રેદમસે 2022માં જાપાનમાં વિનાસકારી ભૂકંપ આવવાની ભવિષ્યવાણી કરી છે. જો આ ધરતીકંપ દિવસના મધ્ય સમયે આવશે તો મોટી ખુવારી સર્જાશે. આ પહેલા પણ જાપાનમાં 2011માં વિનાસકારી ભૂકંપ આવી ચૂક્યો છે.

3.પ્રવાસીઓ પર સંકટ ઉભુ થશે : એસ્ટ્રોલોજરે લખ્યું છે કે, લોહી અને ભૂખમરીની મોટી સમસ્યા ઉભી થશે. તેમના મતે આવનારા સમયમાં યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ લોકોની ભૂખ વધારી શકે છે અને તેનાથી પ્રવાસીઓનું સંકટ વધી શકે છે. આ ભવિષ્યવાણીના મતે સામાન્યથી સાત ગણા વધારે પ્રવાસીઓ યૂરોપના સમુદ્ર કિનારે પહોંચશે.

4.ધૂમકેતુ : ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે ધૂમકેતુ પૃથ્વીને ટકરાશે. નાસ્ત્રેદમસે લખ્યું છે કે, હુ પૃથ્વી પર આગ પડતી જોઈ રહ્યો છું. આજ વર્ષે પૃથ્વી 2021GW4 નામના ધુમકેતુથી માંડ માંડ બચી છે. જો કે વૈજ્ઞાનિકો આ ભવિષ્યવાણીને ગંભીરતાથી લેતા નથી.

5.યૂરોપમાં યુદ્ધ : કેટલીક આગાહી અનુસાર યૂરોપમાં યુદ્ધ જેવો માહોલ સર્જાશે. જેમા પેરીસને સીધુ ટાર્ગેટ કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં ફ્રાસની રાજધાનીમાં કોરોનાને લીધે લગાવવામાં આવેલા પ્રતિબંધોથી અરાજકતા ફેલાઈ હતી. આ ઉપરાંત 2015માં આતંકી હુમલામાં 130 લોકોના મોત થયા હતા.

5.યૂરોપિયન સંઘનો સર્વનાશ : આ ઉપરાંત નાસ્ત્રેદમસે યૂરોપિયન સંઘના પતનની પણ ભવિષ્યવાણી કરી છે. જે 2016માં બ્રિટન દ્વારા બ્રેક્સિટને મત આપ્યા બાદ સંકટની સ્થિતિમાં છે. તેમના મતે બ્રેક્સિટ માત્ર એક શરૂઆત હતી. વર્ષ 2022માં આ સંઘનું પતન થવાનું નક્કી છે.

YC