નોરા ફતેહીએ જેવો મુંબઈ એરપોર્ટ ઉપર પગ મુક્યો કે ફોટોગ્રાફરોની કેપ્ચર કરવા માટે જામી ગઈ હોડ, જુઓ તસવીરો

વિદેશી નોરાની આ 7 તસ્વીરો જોઈને ફેન્સ ઉત્તેજિત થઇ ગયા

બોલીવુડની ડાન્સિંગ ક્વિન અને દિલબર ગર્લ નોરા ફતેહી હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. તેની તસ્વીરોને પોતાના કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફરો પણ હંમેશા તૈયાર જ બેઠા હોય છે.

તો નોરા પણ ફોટોગ્રાફરને પોઝ આપવાનું ક્યારેય ચૂકતી નથી. નોરા હંમેશા એક આકર્ષક લુકમાં જ સ્પોટ થતી હોય છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતી હોય છે, નોરાની આ તસવીરો પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

અભિનેત્રી નોરા ફતેહીનો એવો જ એક લુક હાલ જાહેરમાં જોવા મળ્યો. જયારે તે મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થઇ હતી. મુંબઈ એરપોર્ટની તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી જોવા મળી રહી છે.

નોરા ફતેહી તેની આ તસ્વીરોમાં ખુબ જ આકર્ષક દેખાઈ રહી છે. તેના લુકની ચાહકો પણ ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

નોરા જયારે એરપોર્ટ પહોંચી ત્યારે ઘણા બધા ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતા, અને નોરાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પણ તૈયાર હતા.

નોરાની ઘણી તસવીરો કેમેરામેને પોતાના કેમેરામાં કેદ કરી છે. આ એકથી એક ચડિયાતી તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

વાયરલ થઇ રહેલી નોરાની આ તસ્વીરોમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. એરપોર્ટ લુકમાં તે ખુબ જ સ્ટનિંગ લાગી રહી છે.

નોરા ફતેહીએ પોતાના ટેલેન્ટના દમ ઉપર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેના ડાન્સ મુવ્સના ચાહકો તો દીવાના છે.

નોરાનું બાળપણ કેનેડામાં વીત્યું છે. નોરાનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં પહોંચવું તેના માટે પણ ખુબ જ મુશ્કેલ હતું.

હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર નોરાએ પોતાના સંઘર્ષની કહાની પણ જણાવી હતી.

નોરાએ આ ઇન્ટરવ્યૂની એક વીડિયો કલીપ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કરી હતી. જેને પણ ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી.

નોરાએ દુબઈના એક પ્રખ્યાત યુટ્યુબર અનસ બુખાશ સાથે વાતચીત કરી હતી. ઇન્ટરવ્યૂમાં પોતાની આપવીતી સંભળાવતા સમયે નોરા પણ રડી પડી હતી.

આ દરમિયાન નોરાએ જણાવ્યું હતું કે તેના દિમાગમાં બોલીવુડને લઈને એક અલગ છાપ હતી. પરંતુ અહીંયા આવીને તેને ધક્કો લાગ્યો હતો.

નોરાએ જણાવ્યું કે તેને ઓડિશનમાં બોલાવવામાં આવતી અને ત્યારબાદ ત્યાં તેનો મજાક ઉડાવવામાં આવતો હતો.

નોરાએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “જયારે હું ઓડિશન માટે જતી હતી ત્યારે કાસ્ટિંગ ડાયરેકટર્સ મને જાણી જોઈને હિન્દી સ્ક્રીપટ આપતા હતા.

નોરાએ એમ પણ જણાવ્યું હતું કે તે જ્યારે હિન્દી બોલવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે બધા તેની ઉપર હસતા હતા.

નોરા ફતેહીએ એમ પણ જણાવ્યું કે જુના દિવસો યાદ કરીને મને આજે પણ રડવું આવે છે.

2014માં ફિલ્મ “રોર” દ્વારા બોલીવુડમાં પોતાની શરૂઆત કરનારી નોરાએ અત્યાર સુધી ઘણા ફિલ્મી અને નોન ફિલ્મી ચાર્ટબસ્ટર ગીતો આપ્યા છે.

ત્યારબાદ નોરાએ કેટલીક હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કર્યું. જેમાં “બાહુબલી” પણ સામેલ છે.

નોરા ફતેહી રિયાલિટી શો “બિગ બોસ”માં પણ નજર આવી ચુકી છે. સોશિયલ મીડિયામાં પણ તે ખુબ જ મોટો ચાહકવર્ગ ધરાવે છે.


નોરા એ ડાન્સરમાંથી એક છે જે પોતાના ડાન્સના દમ ઉપર જ ચાહકોના દિલ જીતી લેતી હોય છે.

Niraj Patel
error: Unable To Copy Protected Content!