જ્યારે જંગલમાં કો-એક્ટરે નોરા ફતેહી સાથે કરી હતી બદ્તમિઝી ત્યારે અભિનેત્રીએ ચોડી દીધો હતો જોરદાર લાફો…જાણો

નોરા ફતેહીએ એક્ટરને જડ્યો હતો જોરદાર તમાચો, બોલી- તેણે મારા વાળ ખેંચ્યા હતા

ટીવી શોની જજ, ડાંસર, અભિનેત્રી અને બિગબોસ ફેમ નોરા ફતેહી હાલ ધ એંટરટેનર્સ શો માટે પોતાના ટૂરને લઇને ચર્ચામાં છે. તે અક્ષય કુમાર, દિશા પટની, સોનમ બાજવા સહિત તમામ સ્ટાર્સ સાથે વિદેશ યાત્રા કરશે. બધા સ્ટાર્સ અટલાંટા, ફ્લોરિડા અને ઓકલેન્ડ જેવા શહેરોનો દોરો કરશે. રીપોર્ટ્સ અનુસાર, ન્યુ જર્સીમાં આ શો રદ કરી દેવામાં આવ્યો છે. કારણ કે ત્યાં પ્રમોટર્સે ભુગતાન કરવામાં ગડબડી કરી છે.

નોરા છેલ્લા દિવસોમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના ઠગી મામલે ઘણી ચર્ચામાં રહી હતી. અભિનેત્રી સાથે આ સંબંધમાં પૂછપરછ પણ કરવામાં આવી ચૂકી છે. ત્યારે હાલમાં નોરા બીજા કારણોને લઇને ચર્ચામાં આવી છે. તેણે એક અજીબોગરીબ કિસ્સો શેર કર્યો છે. નોરાએ કહ્યુ કે, એકવાર તેની સાથે તેના કો-એક્ટરે મિસબિહેવ કર્યુ હતુ અને આને કારણે બંને વચ્ચે ઘણો ઝઘડો પણ થયો હતો.

નોરાએ જણાવ્યુ હતુ કે તેણે કો-એક્ટને લાફો પણ માર્યો હતો. તે બાદ એક્ટરે પણ નોરાના વાળ પકડ્યા હતા અને બંને વચ્ચે હાથાપાઇ થઇ હતી. નોરાએ આ ઘટના વિશે કપિલ શર્મા શોમાં જણાવ્યુ કે કેવી રીતે સેટ પર તેની ભયંકરવાળી ફિઝિકલ ફાઇટ થઇ ગઇ હતી. નવેમ્બર 2022માં જ્યારે નોરા ફતેહી કપિલ શર્મા શોમાં આવી હતી, ત્યારે તેણે આ વિશે જણાવ્યુ હતુ. નોરાએ કહ્યુ કે તે તેના કો-એક્ટર સાથે જંગલમાં એક ફિલ્મનું શુટિંગ કરી રહી હતી,

ત્યારે કો-એક્ટર તેની સથે બદ્તમિઝી કરવા લાગ્યો તો તેણે તેને લાફો મારી દીધો અને પછી તેણે પણ નોરાને થપ્પડ મારી. તે બાદ નોરાએ બીજીવાર તેને લાફો માર્યો તો કો-એક્ટરે તેના વાળ ખેંચ્યા અને બહુ ખરાબ ઝઘડો થઇ ગયો. નોરા તે એક્ટરને કુ** પણ કહે છે, જેને સાંભળી કપિલ શર્મા હસી પડે છે. નોરા ફતેહીની આ ફાઇટ વિશે સાંભળી કપિલ હેરાન રહી જાય છે અને અર્ચના પૂરન સિંહ પણ હેરાની જતાવે છે.

જણાવી દઇએ કે, આ એપિસોડ ત્યારે આવ્યો હતો જ્યારે નોરા આયુષ્માન ખુરાના સાથે એન એક્શન હિરો ફિલ્મ પ્રમોટ કરવા આવી હતી. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ મડગાંવ એક્સપ્રેસ ફિલ્મમાં જોવા મળશે, કુણાલ ખેમુના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને ફરહાન અખ્તર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં નોરા લીડ રોલમાં નજર આવશે.

Shah Jina