બોલિવુડની ડાંસિંગ ક્વીન નોરા ફતેહી અવાર નવાર ચર્ચામાં છવાયેલી રહે છે. નોરા હાલમાં તેના નવા રીલિઝ થયેલ મ્યુઝિક વીડિયોને કારણે ચર્ચામાં છે. 2 દિવસ પહેલા જ નોરાનું ગીત “ડાન્સ મેરી રાની” રીલિઝ થયુ છે. આ ગીત ચાહકોને પણ પસંદ આવી રહ્યુ છે. ફેમસ સિંગર ગુરુ રંધાવા અને નોરા ફતેહીની જોડી ફરી એકવાર ચાહકોને પસંદ આવી રહી છે. નોરા ફતેહીએ પણ આ ગીતમાં જબરદસ્ત તેનું પરફોર્મન્સ આપ્યુ છે, તેના ચાહકો લાંબા સમયથી તેના સિઝલિંગ ડાન્સને મિસ કરી રહ્યા હતા.
આ ગીતમાં નોરા મરમેઇડ એટલે કે જલપરી બનીને પોતાના ડાન્સથી બધાને મંત્રમુગ્ધ કરતી જોવા મળે છે, પરંતુ નોરા માટે આ ગીતમાં જલપરી બનવું એટલું સરળ ન હતું. નોરાને આ માટે ઘણી મુશ્કેલી સહન કરવી પડી હતી. નોરાની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. નોરાએ ગીતમાં જલપરી આઉટફિટ પહેર્યો છે, જે પહેરવો અને ખાસ કરીને હેન્ડલ કરવો સરળ નથી હોતો. જ્યારે નોરાએ આ ડ્રેસ પહેર્યો ત્યારે તેને શૂટિંગ લોકેશન પર જવામાં ઘણી અગવડ પડી હતી. આ માટે સ્ટ્રેચરનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો.
નોરાને પહેલા બોટમાં બેસાડવામાં આવી અને પછી તેને સ્ટ્રેચર પર સૂઈને શૂટિંગ લોકેશન પર લાવવામાં આવી. નોરા ફતેહીએ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે આ વીડિયો ડાંસ મેરી રાનીનો BTS વીડિયો છે. નોરાએ આ ગીતના શૂટિંગ દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે વિશે જણાવ્યું છે.
જો કે, નોરાની મહેનત કામ કરી ગઈ છે અને તેનું આ ગીત ઘણું હિટ થઇ રહ્યુ છે. ડાન્સ મેરી રાનીએ રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર ધમાકો કર્યો છે. અત્યાર સુધીમાં આ ગીતને 32 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ડાન્સ મેરી રાની પહેલા નોરા ફતેહી અને ગુરુ રંધાવા ગયા વર્ષે નાચ મેરી રાનીમાં જોવા મળ્યા હતા. આ ગીત પણ સુપર હિટ રહ્યું હતું. અને હવે એક વર્ષ પછી બંને ડાન્સ મેરી રાની લઈને આવ્યા છે. અને આ ગીત નોરાના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.