ગુજરાતના આ ચાર શહેરોમાં જાહેર સ્થળોએ નોનવેજ કે ઇંડાની લારીઓ પર પ્રતિબંધ મુકાયો, જલ્દી વાંચો ક્યાં ક્યાં

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ઈંડા નોનવેજની લારીઓ હટાવાના આદેશ અપાઈ રહ્યા છે અને અત્યારે સુધીમાં કુલ ૪ શહેરોમાં જાહેર સ્થળો પર ઇંડા તથાનોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સૌથી પહેલા રાજકોટ મેયરે શહેરના જાહેર સ્થળો પર ઈંડાની રેકડીયો હટાવવા માટેના આદેશ કર્યા હતા.

પછી એક પછી એક મોટા શહેરોની મનપા પણ આ પ્રકારના નિર્ણયો લેવા માંડી છે. રાજકોટ બાદ વડોદરાના મેયરે પણ શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢ મહાનગર પાલિકા અને ભાવનગર નગરપાલિકાએ પણ હવે શહેરમાં જાહેર સ્થળો પર રાત્રે ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે.

રસ્તા પરથી હવે નોનવેજની લારીઓને દુર કરવામાં આવશે. જો કે આવી જ નોનવેજની લારીઓને કોઈ એક સ્થળે જ રાખવા માટેની પણ વ્યવસ્થા મહાનગર પાલિકાઓ કરી રહી છે. બીજી બાજુ જોઈએ તો અમદાવાદના પાલડી વોર્ડના કાઉન્સિલર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકિલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી જાહેરમાં નોનવેજ કે નોનવેજની લારી ન ઉભી રાખવા દેવામાં ના આવે તેવી વાત કરી હતી.

તેમણે રજૂઆત કરી છે કે નોનવેજ/ઈંડાની લારીઓના કારણે બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. લારીની આસપાસ સ્વચ્છતાનુ પણ ધ્યાન ન રખાતુ હોવાની કાઉન્સિલરે ફરિયાદ કરી હતી. આ તમામ કારણો સાથે ત્વરિત ધોરણે જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ હટાવવાની રજૂઆત કરી હતી.

હવે વાત કરીએ ગુજરાતના કેપિટલની તો ગાંધીનગરમાં પણ જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ હટાવવાની દિશામાં કામગીરી શરુ કરવામાં આવી છે. શહેરમાં નોનવેજની લારીઓ ક્યાં અને કેટલા પ્રમાણમા તે મામલે સર્વે કરવા મેયરે આદેશ આપ્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી ગાંધીનગર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પરથી આ પ્રકારની નોન વેજ લારીઓ અને અન્ય દબાણો દૂર કરાશે. તો મેયરે નાગરિકોને અપીલ કરી હતી કે આ પ્રકારે નોનવેજની લારીઓ કે અન્ય દબાણોથી મુશ્કેલી પડતી હોય તો રજૂઆત કરવામાં આવે.

YC