અચાનક ગાય દોડતી આવીને ટોળામાં ઘુસી, નીતિન પટેલના એક્સ-રે માં જુઓ શું આવ્યું

કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યયમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લેતા ઢીંચણમાં ઇજા પહોંચી છે.આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો, જેમાં જોઇ શકાય છે કે, એક ગાય અચાનક આવી ટોળામાં ઘૂસી જાય છે અને નીતિન પટેલના માથે કૂદી પડે છે. રખડતા ઢોરના આતંકને કારણે નીતિન પટેલ સહિત બે-ત્રણ લોકો નીચે પડી ગયા. જો કેએક વાત ખૂબ જ ખાસ હતી. જમીન પર પટકાવા છતાં પણ નીતિન પટેલે ઝંડો નીચે પડવા દીધો ન હતો.કરણપુર શાક માર્કેટ પાસે રખડતા ઢોરે તેમને અડફેટે લીધા હતા. જે બાદ તેઓ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર લઇ અમદાવાદ ખાતે પોતાના નિવાસસ્થાન જવા રવાના થયા હતા.

આ બાબતે તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, આજે કડીમાં ભાજપની તિરંગાયાત્રા હતી. 70 ટકા વિસ્તારમાં રેલી ફરી હતી. ત્યારે રેલી દરમિયાન અચાનક એક ગાય દોડતી આવી અને ટોળામાં ઘુસી ગઈ. જે બાદ તે તેમના પર આવી અને આને કારણે તેઓ પડી ગયા. તેમના સિવાય પણ ચાર પાંચ લોકો પડી ગયા હતા. આજુ બાજુના કાર્યકરો દ્વારા અને પોલીસ દ્વારા તેમને ઘેરી ગાયને બાજુમાં કાઢવામાં આવી.

આગળ તેમણે કહ્યું કે, ઉભા થયા બાદ તેમને પગે ઉભા રહેવાતુ ન હોવાને કારણે એક્સ રે કરાવ્યો અને તેમાં ઢીંચણમાં ક્રેક દેખાઈ હોવાનું સામે આવ્યુ. સીટી સ્કેન કરાવતા 20 દિવસનો આરામ કરવા કહેવાયું. જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી રાજયમાં રખડતા ઢોરનો આતંક વધતો જઇ રહ્યો છે. આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છત્તાં તેનું નિરાકરણ આવ્યુ નથી. રખડતા ઢોરના આતંકને કારણે ઘણા અકસ્માતોના બનાવો પણ વધે છે,

ઘણા લોકો ઇજાગ્રસ્ત થાય છે, તો ઘણા લોકોના મોત પણ થતા હોય છે. આઝાદી કા મહોત્સ્વની વાત કરીએ તો, દેશભરમાં હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તિરંગા રેલીઓ પણ કાઢવામાં આવી રહી છે. લગભગ બધા જ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે.

Shah Jina