નીતિન જાનીના મુખેથી સાંભળો અનંત અંબાણી અને રિલાયન્સના વખાણ, આ કામ જોઈને ખજુરભાઈ થઇ ગયા ખુબ જ પ્રભાવિત, વીડિયો કર્યો શેર.. જુઓ
Nitin Jani praised Anant Ambani : દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી ટૂંક સમયમાં જ હવે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવવાનો છે. 1થી 3 માર્ચ દરમિયાન જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં ભવ્ય પ્રિ વેડિંગ સેરેમની પણ થવાની છે અને આ સેરેમનીમાં દેશ અને દુનિયાના મોટા મોટા દિગ્ગજો પણ સામેલ થઇ રહ્યા છે. ત્યારે અનંત અંબાણીના એક કામની ચારેકોર ખુબ જ ચર્ચા થઇ રહી છે અને એ કામ છે “વનતારા”. હવે અનંત અંબાણીના આ કાર્યના વખાણ ગુજરાતમાં ગરીબોના મસીહા બની ચૂકેલા નીતિન જાનીએ પણ કર્યા છે.
અનંત અંબાણીને કહ્યો જંગલનો સ્ટાર :
નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે વનતારા માટે અનંત અંબાણી અને રિલાયન્સની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. ખજુરભાઈએ આ વીડિયોની સાથે કેપશનમાં જણાવ્યું છે કે, “હું કલ્પના પણ કરી શકતો નથી કે આ ઉદ્ઘાટનથી વનતારા અને ખાસ કરીને અનંત અંબાણીને કેટલો આનંદ મળશે. તે ખરેખર ‘જંગલનો સ્ટાર’ કહેવાને લાયક છે.”
વનતારાની ખાસિયતો જણાવી :
નીતિન જાનીએ આગળ લખ્યું છે કે, “તે વન્યજીવ સંરક્ષણ અને કલ્યાણ માટે એક અનોખું સ્થળ છે, જેણે બચાવ અને પુનર્વસવાટ કેન્દ્રની દેખરેખ હેઠળ 43 પ્રજાતિઓના 2000+ પ્રાણીઓ લીધા છે. તે 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી અને અદ્યતન સાધનોથી સજ્જ વિશ્વની સૌથી મોટી હાથી હોસ્પિટલોમાંનું એક ઘર પણ છે. તેઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે અદ્યતન સંશોધન અને સહયોગ અને સમર્પણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”
3000 એકરમાં ફેલાયેલું છે વનતારા :
વીડિયોમાં નીતિન જાનીએ વનતારાની કેટલીક ઝલક પણ બતાવી છે. આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ અનંત અંબાણીના આ કામના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ‘વનતારા’ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સમાં બનેલું વિશ્વ કક્ષાનું પ્રાણી આશ્રય છે. તેને 3000 એકરમાં ફેલાયેલા ગ્રીન બેલ્ટમાં વિકસાવવામાં આવ્યું છે.
પ્રાણીઓનું બીજું ઘર :
આ વિશ્વના સૌથી મોટા પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્રોમાંનું એક છે. વિશ્વભરમાંથી ઘાયલ પ્રાણીઓને અહીં લાવવામાં આવે છે. અહીં તેમની સંભાળ લેવામાં આવે છે, તેમની સારવાર કરવામાં આવે છે અને તેમને મૃત્યુના ચુંગાલમાંથી બચાવવાની સાથે તેમના પુનર્વસનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં પ્રાણીઓને જંગલ જેવું વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી લીલીછમ જમીનની સાથે કુદરતી જળાશયોની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. હાલમાં, આ કેન્દ્રમાં લગભગ 2,000 બચાવેલા પ્રાણીઓ છે.
View this post on Instagram