આ જ છે દેશના સાચા હીરો, ખજૂરભાઇ બન્યા દિવ્યાંગ બાળકોના ગોડફાધર, કરી એવી મદદ કે સલામ કરવા લાગશો, જુઓ વીડિયો
તૌકતે વાવાઝોડા બાદ હજારો ગુજરાતીઓ માટે ભગવાન બની ગયેલા નીતિન જાનીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેઓ ગુજરાતના સોનુ સૂદ તરીકે પણ ઓળખાય છે. કોમેડીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારા નીતિન જાનીનું નામ આજે ગુજરાતના લગભગ દરેક વ્યક્ત્તિના મોઢે હાજર છે. ગુજરાતની અંદર તેમણે જે લોકસેવાના કાર્યો કર્યા છે તેના માટે ગુજરાતીઓ તેમને દિલથી સલામ કરે છે. નીતિન જાનીએ શરૂઆતમાં ભલે તેમના કોમેડી વીડિયો દ્વારા નામના મેળવી હોય પરંતુ લોકોના મસીહા બનેલા ખજુરભાઈ તેમના સેવાકીય કાર્યો દ્વારા ઓળખાયા છે.
નીતિન જાની ગમે ત્યાં જાય તેમના સેવાકીય કાર્યોની ઝલક જોવા મળતી હોય છે. ખજુરભાઈ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેમના વીડિયો પણ શેર કરતા રહે છે, જેમાં તેમના સેવાકીય કામોની ઝાંખી જોવા મળતી હોય છે. તેમના સેવાકીય કામોને લોકો બિરદાવતા પણ હોય છે. ત્યારે હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ દિવ્યાંગ બાળકોની મદદ કરતા જોવા મળી રહ્યા છે. નીતિન જાની એક યૂટયૂબરની સાથે સાથે ખરા અર્થમાં એક સમાજસેવી તરીકે ઉભરી આવ્યા છે. તેઓ આજે આખા ગુજરાતમાં લોકપ્રિય છે.
ત્યારે ફરી એકવાર તે તેમના કામને કારણે ચર્ચામાં આવ્યા છે અને તેમણે ફરી એકવાર બધાનું દિલ જીતી લીધુ છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ લોકોને ખુબ જ મદદ કરી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે.ગુજરાતમાં તેમણે અત્યાર સુધી 200થી પણ વધુ ઘર બનાવ્યા છે અને લોકોને આશરો આપ્યો છે. ત્યારે હાલમાં તેમણે રાજકોટના ગોંડલમાં જરૂરિયાત મંદ પરિવાર માટે મકાન બનાવી આપ્યા છે. માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાના વિધાનને અનુસરતા નીતિન જાની જેતપુર રોડ સંઢીયા પુલ પાસે 9 દિવ્યાંગ બાળકો સાથે રહેતા પરિવારને મકાન બનાવી આપ્યાં છે.
નીતિન જાનીના સંપર્કમાં આ પરિવાર આવ્યો અને તેમણે મદદ માગી અને નીતિન જાનીએ પણ તેમની રજુઆત સાંભળી સ્થળ મુલાકાત લીધી અને પછી દિવ્યાંગ બાળકોને ત્રણ ઘર બનાવી આપ્યા. તેઓએ દિવસ રાત મહેનત કરી ગોંડલ તેમજ રાજકોટના યુવાનો દ્વારા સાત દિવસમાં ત્રણ ઘર બનાવી આપ્યા અને અંદાજે આ કામમાં 6 થી 7 લાખના જેટલો ખર્ચ પણ થયો જો કે, ઘર બની ગયા બાદ મનોદિવ્યાંગ બાળકો અને પરિવાર સાથે રીબીન કાપી નીતિન જાનીએ તેમને ગૃહપ્રવેશ કરાવ્યો. આ ઉપરાંત ગણપતિજીની પૂજા પણ કરવામાં આવી.
આ ઘર એવી રીતે બનાવવામાં આવ્યા છે કે, બાળકો છૂટથી રમી શકે તે માટે ફરતે લોખંડની જાળી, હવા ઉજાસનું પૂરતું ધ્યાન, ઇલેક્ટ્રિક સિટીથી માંડી તમામ સુવિધા તેમજ કબાટ, શેટી, ગાદલા, આ ઉપરાંત દીવાલ પર ભગવાન અને પ્રાકૃતિક સૌંદર્યની છબી પણ રાખવામાં આવી છે. આ દરમિયાનનો વીડિયો નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, બાળકો સાથે ગૃહ પ્રવેશ કરી તેઓ ઘણા ખુશ છે અને બાળકો પણ ખૂબ ખુશ છે.
બાળકોને ઘરમાં પ્રવેશ કરાવતા પહેલા નવા કપડા પહેરવામાં આવ્યા અને તેઓએ કહ્યુ કે, તેમને સાત દિવસમાં ઘણા સારા સારા અનુભવ થયા. જેમાંનો એક અનુભવ 6 વર્ષની નાની બાળકી દુર્વા હતી. તે તેમની પાસે આવી અને આ કામમાં સહયોગ આપવા તેણે તેનો ગલ્લો તોડી નાખ્યો અને રકમ આપીને મદદ કરવા તૈયારી બતાવી હતી.
View this post on Instagram