નીતિન ગડકરીએ લોન્ચ કરી ઇથેનોલ પર ચાલવાવાળી ઇનોવા..હવે પેટ્રોલ ડિઝલ નહિ પણ શેરડીના રસથી ચાલશે કાર

શેરડીના રસથી ચાલશે કાર, સૌથી મોટી ખુશખબરાઈ આવી ગઈ, જાણો વિગત

દેશમાં સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 29 ઓગસ્ટે ઈથેનોલ સંચાલિત ટોયોટા ઈનોવાનું વિશ્વનું પ્રથમ સંસ્કરણ લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.

ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા વિકસિત BS-VI (સ્ટેજ II) ‘ઈલેક્ટ્રીફાઈડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ’નો આ વિશ્વનો પ્રથમ પ્રોટોટાઈપ છે. ઇથેનોલ-સંચાલિત ટોયોટા ઇનોવા લોન્ચ કરવાથી આવનારા સમયમાં ભારતને ઘણો ફાયદો થઈ શકે છે.

આ કારના લોન્ચિંગથી તેલની આયાત પર ભારતની નિર્ભરતા ઘટી શકે છે. આ સિવાય દેશની પેટ્રોલ અને ડીઝલની માંગ પણ ઘટી શકે છે. ટોયોટાના એક નિવેદન અનુસાર, ટોયોટા ઇનોવાનું ઇથેનોલ-ઇંધણયુક્ત સંસ્કરણ વિશ્વનું પ્રથમ BS-VI (સ્ટેજ-II) ‘ઇલેક્ટ્રીફાઇડ ફ્લેક્સ ઇંધણ વાહન’ હશે.

ગયા વર્ષે, ગડકરીએ ટોયોટા મિરાઈ ઈવી રજૂ કરી હતી, જે સંપૂર્ણપણે હાઈડ્રોજનમાંથી ઉત્પન્ન થતી વીજળી પર ચાલે છે. ટોયોટાની આ નવી કાર 40 ટકા ઇથેનોલ અને 60 ટકા ઇલેક્ટ્રિક એનર્જી પર ચાલશે.

વૈકલ્પિક ઈંધણ અને પ્રદૂષણ ઘટાડવાની દિશામાં ભારત સરકારનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. 60 ટકા ઇલેક્ટ્રિક અને 40 ટકા બાયો-ઇથેનોલ પર ચાલવાને કારણે માઇલેજ પણ ભરપાઈ કરી શકાય છે. 11 જુલાઈ, 2023ના રોજ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે E20 પેટ્રોલ હાલમાં 1,350 પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ છે અને 2025 સુધીમાં તે દેશભરમાં ઉપલબ્ધ થશે.

ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે, જે શેરડીના રસ, મકાઈ, બટાકા, કસાવા અને સડેલા શાકભાજીના ફર્મેટેશનથી તૈયાર કરવામાં આવે છે.

સ્ટાર્ચ અને ખાંડના ફર્મેટેશનથી બનાવેલ ઇથેનોલને પેટ્રોલમાં ભેળવીને બાયોફ્યુઅલ અથવા ફ્લેક્સ ફ્યુઅલ તરીકે ઉપયોગમાં લેવાય છે. તૈયાર ફ્લેક્સ ફ્યુલ પેટ્રોલ પંપ પર મોકલવામાં આવે છે જ્યાંથી ઈંધણ વાહનોમાં જાય છે. બ્રાઝિલ વિશ્વમાં ફ્લેક્સ ઇંધણનું સૌથી મોટો ઉત્પાદક છે. 1975માં, બ્રાઝિલે પોતાને તેલમાં આત્મનિર્ભર બનાવવા માટે ઇથેનોલનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું.

આજે બ્રાઝિલમાં ચાલતા 93% વાહનો ઇથેનોલ મિશ્રિત ફ્લેક્સ ઇંધણ પર ચાલે છે. એવો અંદાજ છે કે 2030 સુધીમાં બ્રાઝિલની ઇંધણની 72% માંગ બાયોફ્યુઅલ દ્વારા પૂરી કરવામાં આવશે.

વિશેષતા શું છે
Toyota Innova HyCross flex-fuel MPV સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલશે, જે પ્લાન્ટમાંથી મેળવેલ ઇંધણ છે. ઇથેનોલને E100 ગ્રેડ આપવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કાર સંપૂર્ણપણે વૈકલ્પિક ઇંધણ પર ચાલે છે. MPVમાં લિથિયમ-આયન બેટરી પેક પણ હશે જે કારને EV મોડ પર ચલાવવામાં મદદ કરવા માટે પૂરતી શક્તિ ઉત્પન્ન કરી શકે છે. હાલમાં, ઇલેક્ટ્રિફાઇડ ઇનોવા હાઇક્રોસ ફ્લેક્સ-ઇંધણનું પ્રોડક્શન વર્ઝન ક્યારે લોન્ચ થશે અને રસ્તાઓ પર આવશે તેની કોઈ પુષ્ટિ નથી.

એન્જિન પાવર અને માઇલેજ
ઇનોવા હાઇક્રોસનું ફ્લેક્સ-ફ્યુઅલ વર્ઝન હાલમાં ભારતમાં વેચાતા MPVના હાઇબ્રિડ વર્ઝનથી થોડું અલગ છે. એન્જિન E100 ગ્રેડ ઇથેનોલ પર ચાલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે સ્વ-ચાર્જિંગ લિથિયમ-આયન બેટરીનો પણ ઉપયોગ કરે છે જેનો ઉપયોગ ફક્ત EV મોડ પર MPV ચલાવવા માટે પણ થઈ શકે છે. ઇનોવા હાઇક્રોસ હાઇબ્રિડમાં 2.0-લિટર 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 181 BHPનો પાવર જનરેટ કરે છે. એન્જિન ઇ-સીવીટી ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તે 23.24 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે.

Shah Jina