શોખ બડી ચીઝ હૈ…! નીતા અંબાણીએ શાહજહાંની કલગીને બાજુબંધ તરીકે પહેરી, 200 કરોડની છે આ નાની અમથી વસ્તુ…

નીતા અંબાણીએ ‘મિસ વર્લ્ડ 2024’ ઇવેન્ટમાં પહેર્યુ 200 કરોડનું બાજુબંધ…મુગલ બાદશાહ સાથે છે કનેક્શન

નીતા અંબાણી બાજુબંધ બનાવી પહેરી મુગલ બાદશાહ શાહજહાંની કલગી, કિંમત જાણી આંખોના ડોળા બહાર આવી જશે

નીતા અંબાણીએ બ્લેક બનારસી સાડી સાથે પહેરેલ બ્લાઉઝમાં જોવા મળી મુગલ બાદશાહ શાહજહાંની કલગી, કિંમત આપી રહે છે લોકોને 440 વોટનો ઝટકો

અંબાણી પરિવાર હંમેશા પોતાની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. આ પરિવારની દરેક મહિલા હંમેશા પોતાના દેખાવથી લોકોને પ્રભાવિત કરે છે. એમાં કોઈ શંકા નથી કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એવા મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે ફિટ પણ છે. ભારત અને એશિયાનું હાઇ-ફાઇ વ્યક્તિત્વ હોવા છતાં પણ તે જે સ્મિત સાથે પોતાને કેરી કરે છે તે ઘણીવાર લોકોને તેના વિશે વાત કરવા માટે મજબૂર કરી દે છે.

આવી સ્થિતિમાં જ્યારે તેમાં ડિઝાઇનર કપડાં અને ટોપ રેટેડ જ્વેલરી ઉમેરાય તો મિસિસ અંબાણીની વાત જ ના થાય. આ દરમિયાન જો કોઇ ઇચ્છે તો પણ તેમની અવગણના ન કરી શકે. આવું અમે નથી કહી રહ્યા પણ તાજેતરમાં આયોજિત કાર્યક્રમમાં તેનો પુરાવો જોવા મળ્યો. નીતા અંબાણીએ હાલમાં મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ’71મી મિસ વર્લ્ડ 2024′ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

આ દરમિયાન તેમને ‘બ્યુટી વિથ પર્પસ હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટ માટે નીતા અંબાણીએ જે લુક કેરી કર્યો હતો અને તેની સાથે જે જ્વેલરી કેરી કરી હતી, તેની બધે જ ચર્ચા થઇ. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ આ ઇવેન્ટ માટે બ્લેક બનારસી સાડી પહેરી હતી, જેને ભારતના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી. આ સાડી સંપૂર્ણપણે સ્વદેશ ઈન્ડિયા હેઠળ દક્ષિણ ભારતીય કારીગરો સાથે મળીને બનાવવામાં આવી હતી.

નીતા અંબાણીએ બ્લેક સાથે સેમ કલર કોમ્બિનેશનનો ખૂબ જ ડીસેંટ બ્લાઉઝ પહેર્યો હતો, જેની આસ્તીન પર ગોલ્ડન ગોટા પટ્ટી દોહરાવવામાં આવી હતી. નીતા અંબાણીએ ગળામાં કોઇ જ નેકલેસ નહોતો પહેર્યો. કાનમાં ચેન ઇન્સપાયર્ડ ઝુમકા કેરી કર્યા હતા, જે પોલ્કી અને રૂબી મેડ હતા. તેમણે બંને હાથમાં ગોલ્ડથી બનેલ જડાઉ પાટલા પહેર્યા હતા. આ સાથે તેમણે બાજુબંધ પણ કેરી કર્યુ હતુ. ભલે નીતા અંબાણીની જ્વેલરી હંમેશાની જેમ રોયલ હતી પણ બધાની નજર તો બાજુબંધ પર જ અટકી ગઇ હતી.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ બાજુબંધ વાસ્તવમાં મુગલ સમ્રાટ શાહજહાંની કલગી છે. એક વેબ પોર્ટલ અનુસાર, એક ઇન્સ્ટાગ્રામ પેજે દાવો કર્યો હતો કે નીતા અંબાણીના બ્લાઉઝ પર જે હીરા અને રૂબીની બનેલી કલગી નજર આવી રહી છે તેનો સંબંધ મુગલ સમ્રાટ શાહજહાં સાથે છે. આ પીસની હાઇટ 13.7 સેમી અને પહોળાઈ 19.8 સેમી છે.

આ બાજુબંધનો બેઝ ગોલ્ડનો છે, જેમાં ડાયમંડ-રૂબી અને સ્પિનલ્સ જડેલો છે. જે ભારતીય જ્વેલર્સ દ્વારા અપનાવવામાં આવેલ ‘Pachhikakaam’ ટેક્નોલીકનો ઉપયોગ કરી યુરોપીય ક્લો સેટિંગનો પ્રયાસ છે. રીપોર્ટમાં આગળ એ પણ કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2019માં હરાજીમાં વેચાતા પહેલા આભૂષણનો સુંદર ભાગ છેલ્લે ‘AI થાની કલેક્શન’માં જોવા મળ્યો હતો. શાહજહાંની આ કલગીની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Swadesh Online (@swadesh_online)

Shah Jina