12 કરોડની નવી રોલ્સ રોયસ કારમાં શાન સાથે નીકળ્યા નીતા અંબાણી- વીડિયો આવ્યો સામે

ભારતના અને એશિયાના સૌથી મોટા બિઝનેસમેન પૈકી એક મુકેશ અંબાણીનો પરિવાર તેમની લેવિશ લાઇફસ્ટાઇલ સાથે સાથે સાદગી માટે જાણિતો છે. ડાઉન-ટુ-અર્થ અંબાણી પરિવારના દરેક વ્યક્તિના શોખ વિશે તો કહેવું જ શું. ત્યારે હાલમાં જ ખબર આવી હતી કે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ અને સ્થાપક નીતા અંબાણીએ રોલ્સ-રોયસ ફેન્ટમ VIII ખરીદી છે. સ્પેશિયલ રોઝ ક્વાર્ટ્ઝ શેડમાં તૈયાર થયેલી આ લક્ઝરી કાર ખૂબ જ ખાસ છે.

ત્યારે ગત રાત્રે નીતા અંબાણીને આ લક્ઝરી કારમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં નીતા અંબાણી આ કારમાં જોઇ શકાય છે.આ સાથે ઘણી બધી કારોનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. નીતા અંબાણીની આ નવી સવારી જોવામાં પણ ખૂબ જ લક્ઝરી લાગી રહી છે.

જણાવી દઇએ કે, ગત રોજ નીતા અંબાણીની નવી રોલ્સ રોયસ ફેન્ટમ VIIIની ઘણી તસવીરો સામે આવી. આ તસવીરોમાં સૌથી વધુ જો ચર્ચામાં રહ્યુ હોય તો તે છે કારનો રંગ. નીતા અંબાણીએ તેમના માટે રોલ્સ રોયસ ફેન્ટમ VIII કારનો રંગ રોઝ ક્વાર્ટઝ પસંદ કર્યો છે. આ એક ખૂબ જ સુંદર અને અલગ રંગ છે. એવું શક્ય હોઇ શકે કે આ રંગની આ પહેલી કાર છે.

બીજી ખાસિયત એ છે કે આ લક્ઝરી કારની સીટ પર NMA લખેલું છે, એટલે કે નીતા મુકેશ અંબાણી… જ્યારે ‘સ્પિરિટ ઓફ એકસ્ટસી’ સોનાની બનેલી છે. ફેન્ટમ પર ફીટ કરાયેલા ડિનર પ્લેટ વ્હીલ્સ તેની ભવ્યતામાં વધારો કરે છે. તમને જણાવી દઈએ કે Rolls-Royce કંપની ગ્રાહકોને કસ્ટમાઈઝ્ડ ઓપ્શન આપે છે.

Rolls-Royce Phantom VIII EWB 6.75-લિટર V12 ટ્વીન-ટર્બોચાર્જ્ડ એન્જિનથી પાવર ખેંચે છે, જે 571 bhp અને 900 Nm પીક ટોર્ક વિકસાવે છે. મોટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલી છે, જે પાછળના વ્હીલ્સને પાવર મોકલે છે. EWB કેબિન વધારાના આરામ માટે બીજી હરોળમાં પૂરતી જગ્યા પ્રદાન કરે છે જ્યારે સ્ટાર હેડલાઇનર સમગ્ર કેબિનમાં બહુવિધ બાહ્ય સામગ્રી સાથે મનપસંદ બનવાનું ચાલુ રાખે છે.

નીતા અંબાણીની નવી રોલ્સ રોયસની કિંમત અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી, જો કે ભારતમાં તેની કિંમત સરેરાશ રૂ. 12 કરોડ (ઓન-રોડ) છે. જણાવી દઈએ કે આ નીતા અંબાણીની પહેલી રોલ્સ-રોયસ કાર નથી. ગયા વર્ષે દિવાળી આસપાસ મુકેશ અંબાણીએ તેમને બ્લેક રોલ્સ રોયસ કલિનન ગિફ્ટ કરી હોવાના અહેવાલ હતા.

પરિવાર પાસે જૂની અને નવી જનરેશનના ઘણા મોડલ છે. નવી રોલ્સ-રોયસ કાર ઉપરાંત, અંબાણીના ગેરેજમાં નવી ફેરારી પુરોસાંગ્યુ, બુલેટપ્રૂફ મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, નવી રેન્જ રોવર LWB જેવી અનેક લક્ઝરી કાર છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina