નીતા અંબાણી પાસે છે બેશકિંમતી સાડીઓનું રોયલ કલેક્શન…કિંમત જાણી આંખે અંધારા આવી જશે

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણીને સાડી પહેરવી ખૂબ જ પસંદ છે. તેમની પાસે સાડીઓનું અદ્ભુત કલેક્શન છે અને તેમની સાડીઓની ડિઝાઇન એકદમ યુનિક પણ હોય છે. માત્ર ડિઝાઇન જ નહીં પરંતુ કિંમત પણ ઘણી હોય છે.

25. અમીન એચ. નાસીર, પ્રેસિડેન્ટ એન્ડ CEO,આરકોમ 26. વિવિ નેવો, ફાઉન્ડર, એન.વી.ઇન્વેસ્ટમેન્ટ 27. નિતિન નોહરિયા, પૂર્વ ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ

એક વખત નીતા અંબાણી સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરાયેલી આઇવરી સાડીમાં જોવા મળ્યા હતા, અને આમાં તે ખૂબ જ સુંદર પણ લાગી રહ્યા હતા. આ સાડી પર જરદોજી, ચિકનકારી, પટોળા સિલ્ક, ક્રિસ્ટલ, સિક્વન્સ હેન્ડ એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું હતુ અને તેની કિંમત હતી લગભગ 4 થી 5 લાખ રૂપિયા. આ ઉપરાંત નીતા અંબાણીએ એકવાર ગુલાબી જરદોઝી સાડી પહેરી હતી, જેના પર ભરતકામ કરવામાં આવ્યું હતુ અને તેની કિંમત હતી 5 લાખ રૂપિયાથી વધુ.

નીતા અંબાણીને ગુજરાતી પટોળા-પ્રિન્ટની સાડી પણ ખૂબ જ પસંદ છે. તે ઘણીવાર ફેમિલી ફંક્શનમાં ગુજરાતી સાડી પહેરેલા જોવા મળે છે. ઘણા સમય પહેલા તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક ઈવેન્ટમાં પરિમલ નથવાણીના પુત્રના લગ્નના ફંક્શનમાં જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન તેણે સાડી પહેરી હતી અને તે દુનિયાની સૌથી મોંઘી સાડીની યાદીમાં સામેલ થઈ ગઈ.

40 લાખ રૂપિયાની સાડી નીતા અંબાણી માટે ચેન્નાઈ સિલ્કના ડિરેક્ટર શિવલિંગમે બનાવી હતી. આ સાડી બનાવવા માટે કાંજીપુરમની શ્રેષ્ઠ 35 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી જેઓ સાડી બનાવવામાં નિપુણતા ધરાવે છે. આ સાડીનું વજન હતુ અંદાજે 8 કિલો… હાથની ભરતકામવાળી સાડીના બ્લાઉઝની પાછળ ભગવાન નથવારાની તસવીર હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના સીઈઓ પિરામલ નથવાણીના પુત્રના લગ્ન વર્ષ 2014માં થયા હતા. જણાવી દઇએ કે, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી એજીએમને સંબોધિત કરી હતી. એજીએમમાં ​​તેમણે NMACCના લોન્ચિંગ અને રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્ય વિશે વાત કરી હતી.

આ દરમિયાન નીતા અંબાણીની સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નીતા અંબાણીએ બનારસી સાડી પહેરી હતી, જે ઇકબાલ અહેમદે હાથથી ડિઝાઇન કરી હતી. આ બનારસી બ્રોકેડ સાડી હતી, જે સિલ્કમાંથી વણાયેલી હતી. તેમાં બર્ફી બ્યુટી અને પરંપરાગત ઝરી વર્ક દર્શાવવામાં આવ્યું હતું, જે ભારતીય કલાની વિવિધતા દર્શાવે છે.

રિલાયન્સ ફાઉન્ડેશન તેના ‘સ્વદેશ’ પ્રોગ્રામ હેઠળ ઘણી પ્રાદેશિક કળાઓને સમર્થન આપી રહ્યું છે. બનારસી વણાટ પણ તેમાંથી એક છે. નીતા અંબાણી પાસે ઘણી રોયલ અને મોંઘી સાડીઓનું અદ્ભૂત કલેક્શન છે.

Shah Jina