દર્શકોએ પાડી “જય શ્રી કૃષ્ણ”ની બૂમ, મેચ જોવા માટે બેઠેલા નીતા અંબાણીએ આપ્યું એવું રિએક્શન કે વાયરલ થઇ ગયો વીડિયો, જુઓ
Nita Ambani epic reaction for fans : જેની લોકો છેલ્લા ઘણા મહિનાઓથી રાહ જોઈને બેઠા હતા તે IPLની સીઝન હવે શરૂ થઇ ગઈ છે અને દરેક મેચ પણ ખુબ જ રોમાંચક બની રહી છે. ત્યારે આ વર્ષે આઇપીએલમાં ઘણા બધા ફેર બદલ પણ જોવા મળ્યા. મુંબઈની ટીમમાં રોહિત શર્માને કપ્તાન હટાવીને હાર્દિક પંડ્યાને કપ્તાની આપવામાં આવી છે જેને લઈને મુંબઈના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ મુંબઈ આઇપીએલ 2024માં પોતાની પહેલી બંને મેચ હારી ચૂક્યું છે. પહેલી મેચમાં મુંબઈને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો તો બીજી મેચમાં હૈદરાબાદે આઇપીએલના ઇતિહાસનો સૌથી વિશાળ સ્કોર બનાવીને મુંબઈને કારમી હાર આપી. આ હાર બાદ ચાહકો સતત મુંબઈ ઇન્ડિયન્સના નવા કપ્તાન હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે.
આ બધા વચ્ચે મેચ દરમિયાનના પણ ઘણા વીડિયો સામે આવતા હોય છે, જે ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે. મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના ઓનર નીતા અંબાણી પણ આઇપીએલની દરેક મેચ જોવા માટે આવે છે અને પોતાની ટીમને સપોર્ટ કરતા જોવા મળે છે. ત્યારે આ સિઝીનમાં પણ નીતા અંબાણી દીકરા આકાશ અંબાણી સાથે આઇપીએલની મેચ જોવા આવી પહોંચ્યા હતા.
આ દરમિયાન નીતા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં નીતા અંબાણી સ્ટેડિયમમાં મેચ જોવા માટે બેઠેલા જોઈ શકાય છે અને દર્શકો તેમને પાછળથી નીતા કાકી કહીને બોલાવતા જોવા મળી રહ્યા છે, આ સમયે નીતા અંબાણી જોતા નથી, પરંતુ જયારે એક દર્શક “જય શ્રી કૃષ્ણ” કહીને બૂમ પાડે છે કે નીતા અંબાણી તરત પાછળ વળીને જુએ છે.
View this post on Instagram
નીતા અંબાણી ફક્ત જોતા જ નથી, તે બે હાથ જોડીને હસતા હસતા ચાહકોનું અભિવાદન પણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ નીતા અંબાણીના આ પ્રેમાળ સ્વભાવની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં દર્શક નીતા અંબાણી જતા હતા ત્યારે “નીતા કાકી” કહીને બૂમ પાડતો જોવા મળ્યો હતો.