અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં નીતા અંબાણીએ પહેરી મુઘલ કાળની હીરાની વીંટી, કિંમત જાણી ઉડી જશે હોંશ

નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, ક્યારેક મુઘલોના ઘરેણાની શાન હતી આ વીંટી, જુઓ રીંગ ના ફોટોઝ

અંબાણી પરિવાર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલના કારણે અવાર નવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં જ મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન યોજાઇ અને આની ચર્ચા હજુ પણ ચારેકોર ચાલી રહી છે, ત્યારે આ ફંક્શનમાં અંબાણી પરિવારની મહિલાઓ ખૂબ જ મોંઘા અને રોયલ લુકમાં જોવા મળી હતી.

આ દરમિયાન નીતા અંબાણીની સાડી હોય કે તેમનો એમરાલ્ડ નેકલેસ તેની કિંમતને કારણે તે બધે છવાયેલા રહ્યા હતા. ત્યારે હવે નીતા અંબાણીની હીરાની વીંટી ચર્ચાનો વિષય બની છે. નીતા અંબાણીએ પ્રી-વેડિંગના ત્રીજા દિવસે ગ્રીન સ્ટોન એમેરાલ્ડ ડાયમંડ જ્વેલરી સાથે હીરાની વીંટી પહેરી હતી. આ હીરા વિશ્વના સૌથી મોંઘા હીરામાં સામેલ છે.

નીતા અંબાણી મનીષ મલ્હોત્રાની ડિઝાઈન કરેલી કાંજીવરમ ગોલ્ડન સાડી સાથે આ વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. હવે જ્યારે લોકોને આ વીંટીની કિંમતની ખબર પડી તો બધા ચોંકી ગયા. નીતા અંબાણીની વીંટીને ‘મિરર ઓફ પેરેડાઇઝ’ કહેવામાં આવે છે. આ વીંટીનું વજન 52.58 કેરેટ છે. સૌથી ખાસ વાત એ છે કે વીંટીમાં જડાયેલો હીરા વિશ્વના સૌથી મોટા કદના હીરાઓમાંનો એક છે.

આ હીરાના ઈતિહાસ વિશે વાત કરીએ તો, મિરર ઓફ પેરેડાઈઝ તરીકે ઓળખાતો આ હીરો એક સમયે મુઘલોના શાહી ઘરેણાનો એક ભાગ હતો. એવું કહેવાય છે કે તે ગોલકોંડા માઇન્સમાં શોધવામાં આવ્યો હતો, જે આખી દુનિયામાં ખૂબ જ મૂલ્યવાન માનવામાં આવે છે. વર્ષ 2019માં ક્રિસ્ટીમાં આયોજિત હરાજીમાં 54 કરોડ રૂપિયામાં વેચાયો હતો. પ્રી-વેડિંગ ફંક્શન પહેલા નીતા અંબાણીએ માર્ચ 2023માં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના બીજા દિવસે ઈવેન્ટમાં પણ આ વીંટી પહેરી હતી.

Shah Jina