ફાંસીમાંથી બચવાનો કોઈ રસ્તો ન દેખાતા નિર્ભયા દોષિતોએ હવે આંતરરાષ્ટ્રીય અદાલતનો દરવાજો ખખડાવ્યો કર્યો છે. દોષિતોના વકીલ એપી સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પત્ર લખ્યો હતો. પત્રમાં 20 માર્ચના રોજ થનારી ફાંસી રોકવાની માંગ કરવામાં આવી છે.
દોષિતો દરેક પ્રયાસ કરી રહ્યા છે જેથી તેમની ફાંસી ચોથી વાર પણ મુલતવી રાખવામાં આવે. નિર્ભયાના ચાર દોષિતમાંથી ત્રણ દોષિત અક્ષય સિંહ (31), પવન ગુપ્તા (25) અને વિનય શર્મા (26) આઈસીજેના શરણમાં પહોંચી ગયા છે.

જણાવી દઈએ કે પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કર્યું છે. આ ચોથી વખત છે કે ગુનેગારો સામે ડેથ વોરંટ જારી કરાયું છે.
આ પહેલા સોમવારે દોષી મુકેશ સિંહને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. તેની ફાંસીને રોકવાનો બીજો એક પ્રયાસ નિષ્ફળ સાબિત થયો. સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. અરજીમાં મુકેશે તેના પહેલા વકીલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

અગાઉ ગુનેગારોને ફાંસી ત્રણ વખત મુલતવી રાખવામાં આવી છે. 22 જાન્યુઆરીએ તેને પ્રથમ ફાંસી આપવાની હતી, જેને બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી. બીજી વખત પણ, કાનૂની વિકલ્પો ખતમ ન થવાના કારણે આરોપીની ફાંસી મુલતવી રાખવામાં આવી હતી. આ પછી, 3 માર્ચે તેમની ફાંસી નક્કી કરવામાં આવી હતી, જે દોષિત પવન ગુપ્તાની બાકી રહેલી દયા અરજીને કારણે મુલતવી રાખવામાં આવી હતી.
જો કે, હવે દોષિતોના તમામ કાનૂની વિકલ્પો ખતમ થઈ ગયા છે, એવું માનવામાં આવે છે કે 20 માર્ચ 2020ના રોજ સવારે 5.30 વાગ્યે દોષીઓને ફાંસી આપવામાં આવશે. તેને રોકવા માટે દોષી આઇસીજે ગયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.