નિયા શર્મા કરતા તો તેના મમ્મી વધુ ખુબસુરત છે, મમ્મીના જન્મ દિવસ પર સેલિબ્રેશનની તસવીરો થઇ વાયરલ

ટીવીની મશહૂર અભિનેત્રી નિયા શર્મા તેના ગ્લેમરસ અવતારના કારણે ચર્ચામાં બની રહેતી હોય છે. તેના ડ્રેસિંગ સેન્સથી લઈને તેનો અંદાજ સુધી નિયા હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા જ નિયા શર્માની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે જેમાં તે તેની મમ્મી સાથે યૉટ પર એન્જોય કરતી નજર આવી રહી છે.

નિયા શર્માએ તેની મમ્મીમાં જન્મદિવસ સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં નિયા તેની મમ્મીનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા સમુદ્રની વચ્ચે એન્જોય કરતી નજર આવી રહી છે. બંનેએ યૉટ પર કેક કટિંગથી લઈને તેમના ડ્રિક્સને એન્જોય કરતી નજર આવી રહી છે. નિયા તેની મમ્મી સાથે ઘણી ક્લોઝ છે અને એક મિત્રની જેમ બોન્ડિંગ શેર કરે છે.

બંને એક બીજા સાથે ઘણી વાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા હોય છે. નિયા શર્માની મમ્મીનો ગ્લેમરસ અંદાજ જોયા પછી ઇન્ડસ્ટ્રીના ઘણા સિતારા સમેત ચાહકોએ તેમના રિએક્શન આપ્યા હતા. નિયાએ તેની મમ્મી સાથે ખુબ મસ્તી કરી સાથે જ એકથી એક જોરદાર તસવીરો પણ શેર કરી હતી. અભિનેત્રીની આ તસવીરોને જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા હતા.

અભિનેત્રી નિયા શર્માએ તેની મમ્મીનો જન્મદિવસ જબરદસ્ત અંદાજમાં સેલિબ્રેટ કર્યો હતો. નિયાએ મમ્મી માટે યૉટને ફુગ્ગાઓથી સજાવી દીધી હતી સાથે જ તેમના માટે ચોકલેટ કેક પણ લઈને આવી હતી. જન્મ દિવસના સેલિબ્રેશન માટે નિયા બ્લેક આઉફીટમાં નજર આવી હતી જેમાં તેની ગ્લેમરસ સ્ટાઇલ વખાણને લાયક છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Malik lover (@bollyqueens_01)

અભિનેત્રીએ યૉટ પર મમ્મી સાથે સેલ્ફી પણ લીધી હતી જેમાં તેનો અંદાજ જોવા લાયક હતો. નિયા શર્માની જેમ તેની મમ્મી પણ ખુબ જ સ્ટાઈલિશ છે. તસવીરમાં ઉષા શર્મા યૉટ પર એકથી એક જોરદાર પોઝ આપતી નજર આવી રહી છે. નિયા શર્મા તેની આ તસવીરોમાં સમુદ્રના સુંદર નજારોના લુપ્ત ઉઠાવતી નજર આવી રહી છે. તેની સાથે સાથે તેણે તેની મમ્મીને પણ ખુબ એન્જોય કરાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by USharma (@ushaa2863)

નિયા શર્માએ અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. નિયાએ જન્મ દિવસની શુભકામનાઓ આપતા લખ્યું હતું કે,’મમ્મી માટે અને જે સૌથી કઠિન વસ્તુ છે માતૃત્વ તેના માટે. જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ મમ્મી.’

Patel Meet