ન્યુઝીલેન્ડની પ્રધાનમંત્રીએ પહેલા આપ્યો દીકરીને જન્મ અને હવે તેના પ્રેમી સાથે કરવા જઈ રહી છે લગ્ન

વાહ પ્રધાનમંત્રી હોય તો આવા, પહેલા આખા દેશને કર્યો કોરોના મુક્ત… હવે લગ્ન કરશે- જુઓ તસવીરો

ન્યુઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસીંડા એર્ડર્ન તેના કામના કારણે તો ચર્ચામાં રહે જ છે સાથે સાથે તેના અંગત જીવન અને તેની સુંદરતાના કારણે પણ ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેને જાહેરાત કરી છે કે તે પોતાના બોયફ્રેન્ડ ક્લાર્ક ગેફોર્ડ સાથે આવનારી ગરમીઓમાં લગ્ન કરશે.

જેસીંડાનો બોયફ્રેન્ડ ક્લાર્ક ટેલિવિઝન હોસ્ટ છે અને બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જેસીંડા અને કલાર્કની એક ખુબ જ ક્યૂટ દીકરી પણ છે. જેને જેસીંડાએ 2018માં જન્મ આપ્યો હતો.

સ્થાનિક મીડિયા દ્વારા આવેલી ખબર પ્રમાણે ન્યૂઝીલેન્ડની પીએમ જેસીંડા આ વર્ષના અંતમાં અથવા તો આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરી લેશે. હજુ સુધી લગ્નની તારીખ લોકોની સામે નથી આવી.

થોડા દિવસ પહેલા એક રેડિયો શોની અંદર જેસીંડાએ પોતે જ જણાવ્યું હતું કે તે લાંબા સમયથી ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્નની તૈયારીઓમાં લાગેલી છે. તેને કહ્યું હતું કે છેલ્લા બંનેએ લગ્નનું મન બનાવી લીધું અને તારીખ પણ બંનેએ નક્કી કરી લીધી છે.

સાથે જ જેસીંડાએ એમ પણ જણાવ્યું હતું કે તે લગ્ન સમારંભને ભવ્ય કરવા નથી ઇચ્છતી. જેના કારણે લગ્ન સમારંભ એક મોટા આયોજનના રૂપમાં નહિ હોય,  જેસીંડાએ ક્લાર્ક સાથે વર્ષ 2019માં સગાઈ કરી હતી.

પ્રધાનમંત્રી જેસીંડાના આ નિવેદનને સામે આવવવાની સાથે જ ન્યુઝીલેન્ડની અંદર આ વિશે ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. પ્રધાનમંત્રી કાર્યાલય પ્રવક્તાએ કહ્યું છે કે જે કઈ કહેવામાં આવ્યું છે તેના વિશે તેમની પાસે કોઈ સૂચના નથી.

જેસીંડા વર્ષ 2017માં ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી બની હતી. તે ન્યૂઝીલેન્ડની સૌથી ઓછી ઉંમરની પીએમ છે. આ સાથે તે એવા નેતાઓમાં પણ સામેલ છે જે પદ સંભાળતા ગર્ભવતી બની હોય. તેને ગયા ઓક્ટોમ્બરમાં સત્તામાં ફરી વાપસી કરી હતી.

Niraj Patel