કેનેડામાં થયા ગુજરાતી દીકરીના લગ્ન પરંતુ દીકરીના માતા-પિતાએ કેનેડા જઇને નહિ ઓનલાઇન જ લગ્નમાં આપી હાજરી, જાણો વિગત

હાલ કોરોનાના મહામારીને કારણે લગ્નમાં ઘણા ઓછા લોકોની હાજરી હોય છે અને ઘણા લોકો તો આ મહામારીમાં ઓનલાઇન જ લગ્ન કરી રહ્યા છે તેવામાં હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિના માધાપરમાં લગ્ન થવાના હતા પરંતુ તેને કેનેડા જવાનુ થયુ અને તેના લગ્ન કેનેડાના ટોરંટોમાં થયા હતા પરંતુ આ મહામારીને ધ્યાને રાખીને યુવતિના માતા-પિતાએ લગ્નને ઓનલાઇન જ નિહાળ્યા.

ભચાઉ તાલુકાના લાકડિયાના અમિત ચંદ્રકાંતભાઇ અને ચંદ્રિકાબેનની દીકરી હેત્વીએ લગ્ન કરીને આગળના અભ્યાસ માટે કેનેડા જવાનુ નક્કી કર્યુ હતુ હેત્વીની સગાઇ ભૌતિક સાથે થઇ હતી જે પહેલાથી જ કેનેડામાં અભ્યાસ સાથે નોકરી કરતો હતો. તેઓની સગાઇ મુંબઇમાં થઇ પરંતુ લોકડાઉનને કારણે તેને થોડો સમય અહીં જ વીતાવવો પડ્યો, તે બાદ તેમના લગ્ન માધાપરમાં થવાના હતા પરંતુ લોકડાઉનને કારણે તેમના લગ્ન મોકૂફ રાખવા પડ્યા.

હેત્વીએ મુંબઇમાં BLS LLBનો અભ્યાસ કર્યો છે અને તે ઓર્ગનાઇઝેશન મેનેજમેન્ટનો અભ્યાસ કરવા કેનેડા ગઇ હતી અને આ બંનેનો અભ્યાસ ચાલુ હોવાથી બંનેએ વડીલોની સહમતીથી કેનેડામાં લગ્ન કરી લીધા અને 10 લોકોની હાજરીમાં આ લગ્ન થયા હતા.

કોરોના મહામારીને કારણે યુવક તરફથી અંજારથી અને યુવતિ તરફથી પરિવારના લોકો મુંબઇથી જોડાયા હતા. જેમાં લગ્ન ગીત, ગરબા અને રિસેપ્શન જેવા ફંકશન પણ થયા હતા. બધાએ તેમને ઓનલાઇન આશીર્વાદ આપ્યા હતા.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina