રાજકોટમાં ચાર મહિના પહેલા જ લગ્ન કરીને પોતાના નવ જીવનનું શરૂઆત કરી રહેલા દંપતીએ મોતને વહાલું કર્યું, ગળે ટુંપો ખાઈને આપી દીધો જીવ

રાજકોટમાં લગ્નના ત્રીજા જ મહિને કપલે આપઘાત, નવા ઘરમાં રહેવા ગયાના બીજા જ દિવસે ગળેફાંસો ખાઘો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ મોતને વહાલું કરી લેતા હોય છે, ઘણીવાર સામુહિક આપઘાતના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે, ત્યારે હાલ રાજકોટમાં એક દંપતીએ આપઘાત કરી લેવાનો મામલો સામે આવતા જ ચર્ચાનો વિષય બન્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ જય જવાન, જય કિસાન સોસાયટીના મેઈન રોડ ઉપર રહેતા અને 4 માસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલા 21 વર્ષીય બાબુ મહેન્દ્ર ભાઈ તથા 19 વર્ષીય મમતા બાબુએ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લેતા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હોય અને આપઘાત જેવું આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે.

બાબુ તેના પરિવારથી અલગ તેની પત્ની સાથે રહેતો હતો, તેના માતા પિતા પણ તેમની પાડોશમાં જ રહેતા હતા. બાબુ મજૂરીકામ કરતો હતો. જયારે સવારે દંપતી દરવાજો ના ખોલતા તેના પિતાએ રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી ના કોઈ અવાજ આવ્યો ના કોઈએ દરવાજો ખોલ્યો. જેના બાદ પરિવારને કંઈક અજુક્તું બન્યું હોવાનું લાગતા તેમને દરવાજો તોડી નાખ્યો હતો.

દરવાજો તોડીને ઘરમાં જોયું તો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનો દીકરો અને પુત્રવધુ સાડીથી ગળે ટુંપો ખાઈને લટકેલી હાલતમાં જોવા મળ્યા.જેના બાદ તરત જ 108ને જાણ કરવામાં આવી હતી. ઈએમટી દ્વારા તપાસ કરતા બંને મૃત હોવાનું જાહેર કર્યું હતુ. જેના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Niraj Patel