જન્મતાની સાથે બાળક ભેટી પડ્યું પોતાની માતાને… વીડિયોમાં માતા અને સંતાનનો પ્રેમ જોઈને યુઝર્સ પણ થયા ભાવુક.. જુઓ વીડિયો

બાળકના જન્મ બાદ ડોક્ટર નવજાતને તેની માતા પાસે લઈને આવતા જ માતાને વળગી પડ્યું માસુમ, વીડિયોએ જીત્યા દિલ, જુઓ

માતા અને તેના સંતાનો વચ્ચે પ્રેમભાવ ખુબ જ વધારે હોય છે. દરેક માતા પોતાના બાળકને ખુબ જ પ્રેમ કરે છે અને જયારે તે ગર્ભવતી થાય છે ત્યારથી જ પોતાના ગર્ભમાં રહેલા બાળકનું ખાસ ખ્યાલ પણ રાખતી હોય છે. ત્યારે બાળકના જન્મ સમયે માતા પીડા વેઠીને પણ બાળકને જન્મ આપે છે. આ ક્ષણ દરેક મહિલા માટે ખુબ જ ખાસ હોય છે.

ત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલો એક વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે. જે એક માતાના બાળકને જન્મ આપ્યા બાદની ઘટના છે. વીડિયોમાં માતાના બાળકને જન્મ આપ્યા બાદ જે રીતે બાળક તેની માતાને વીંટળાઈ ગયું એ જોઈને યુઝર્સ પણ પ્રભાવિત થઇ ગયા અને એટલે જ આ વીડિયો પણ વાયરલ થઇ ગયો.

વીડિયોમાં જોઈ શકાય છે કે ડોક્ટર બાળકને માતા પાસે લઈ જતા જ બાળક તેની માતાના ચહેરા પર ચોંટી જાય છે. આ દરમિયાન પોતાના નાનકડા જીવની પહેલી ઝલક જોઈને માતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગે છે. માત્ર 22 સેકન્ડનો આ હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen_ નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને લાઈક કરવામાં આવી રહ્યો છે.

વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘નવજાત બાળક તેની માતાને છોડવા નથી માંગતું.’ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળ્યા છે, જ્યારે આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. યૂઝર્સ આ વીડિયોને વારંવાર જોઈ રહ્યાં છે અને વીડિયો પર અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે અને પોતાનો પ્રેમ વરસાવી રહ્યાં છે.

Niraj Patel