ન્યૂઝીલેન્ડની સાંસદ CCTVમાં રંગેહાથે કપડાં ચોરી કરતા ઝડપાઇ ! કહ્યું- ‘સ્ટ્રેસને કારણે આવું કર્યુ’

ન્યુઝીલેન્ડની મહિલા સાંસદ કરતી હતી ચોરી, પકડાઇ ગઇ તો આપ્યુ રાજીનામું, જણાવ્યુ કેમ કરતી હતી આવું

ન્યુઝીલેન્ડની એક મહિલા સાંસદ પર ચોરી કરવાના આરોપ લાગ્યા છે. મહિલા સાંસદ દુકાનો અને શોપિંગ મોલમાં ચોરી કરતી હતી. મામલો સામે આવ્યા બાદ મહિલા સાંસદે રાજીનામું આપી દીધુ છે. સાંસદે ચોરી કરવાનું કારણ પણ જણાવ્યુ છે. તેણે કહ્યુ- મેં આ બધુ તણાવમાં આવી કર્યુ. જાણકારી અનુસાર, ન્યુઝીલેન્ડની મહિલા સાંસદ ગોલરિજ ધારમને ચોરી કરવાની વાતનો સ્વીકાર કર્યો છે.

તેણે સાંસદ પદથી રાજીનામું પણ આપી દીધુ છે. ગોલરિજે ચોરીનું કારણ જણાવતા કહ્યુ કે કામના તણાવે મને પરેશાન કરી દીધી હતી. જે કંઇ પણ થયુ તે સ્ટ્રેસનું પરિણામ છે. હું સ્વીકાર કરુ છુ કે મેં પોતાના લોકોને નીચા દેખાડ્યા. આ માટે હું ક્ષમાપાર્થી છું. હું મારા કર્યાનું બહાનું નથી બનાવી રહી.

મારા માનસિક સ્વાસ્થ્ય માટે સારુ રહેશે કે હું સંસદ સભ્યના રૂપમાં રાજીનામું આપી દઉં. હવે હું મારી રિકવરી પર ધ્યાન આપીશ. ગોલરિજ ધારમન વર્ષ 2017માં દેશની પહેલી શરણાર્થી સાંસદ બની હતી. તે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર વકીલ રહી છે. તેણે પાર્ટીના ન્યાય વિભાગની કમાન સંભાળી હતી. ધારમન નાની હતી, ત્યારે તેનો પરિવાર ઇરાનથી ભાગી ન્યુઝીલેન્ડ આવી ગયો હતો.

ગ્રીન પાર્ટીના નેતા જેન્સ શોનો દાવો છે કે જ્યારથી ધારમન સાંસદ બની છે, તેને યૌન હિંસા, શારીરિક હિંસા, મોતની ધમકીઓ મળી રહી છે. ગોલરિજ પર આરોપ છે કે તેણે ઓકલેન્ડ અને વેલિંગટનની દુકાનોથી કપડાની ચોરી કરી છે. પોલિસ પાસે તેના ચોરી કરતા CCTV ફુટેજ પણ છે.

Shah Jina