આશિક માટે ફરી એકવાર સરહદ પાર ! સીમા હૈદર બાદ હવે સંગીતા પણ પતિ અને બાળકોને છોડી આવી ભારત

સીમા હૈદર પાર્ટ 4 : હિંદુસ્તાની પ્રેમી માટે સંગીતાએ પણ પાર કરી સરહદ, પતિ-બાળકોને છોડીને આવી ભારત

Nepali Woman Crossed Border : જ્યારથી પાકિસ્તાનની સીમા હૈદરે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં રહેતા સચિન મીના માટે તેના ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી ત્યારથી તે ચર્ચામાં છે. બધે સીમા હૈદરની જ વાત ચાલી રહી છે. સીમા હૈદર બાદ રાજસ્થાનની અંજુ તેના પ્રેમી માટે પાકિસ્તાન જતી રહી અને તેના પતિ અને બે બાળકોને છોડી દીધા. ત્યારે હાલમાં બિહારમાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે. ફરી એક પરિણીત મહિલાએ તેના પ્રેમી માટે સરહદ પાર કરી અને તે તેના બે બાળકો અને પતિને છોડીને સરહદ પાર આવી ગઈ.

વધુ એક સીમા હૈદર જેવી કહાની
આ મહિલાની કહાની સીમા હૈદર જેવી જ છે ઘણી રસપ્રદ છે. સીમા હૈદર જેવી જ કહાની બિહારના દરભંગામાં જોવા મળી. નેપાળની રહેવાસી સંગીતા દેવીએ પ્રેમી ગોવિંદ માટે તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા પછી ગોવિંદ સાથે લગ્ન કર્યા. પણ તે જાણતી ન હતી કે ગોવિંદ પહેલેથી પરિણીત છે અને તેના બે બાળકો પણ છે. ગોવિંદ ઘણા સમયથી તેની અવગણના કરી રહ્યો હતો. સંગીતાને ખબર નહોતી પડતી કે ગોવિંદ તેની સાથે આવું કેમ કરી રહ્યો છે. તેણે ગોવિંદના અસલી ઘરનું સરનામું મળ્યા બાદ જ્યારે તે તેના ઘરે પહોંચી તો તેના હોશ ઉડી ગયા.

પ્રેમી માટે બિહાર આવી સંગીતા
તેને ત્યારે ખબર પડી કે જે ગોવિંદ સાથે તેણે લગ્ન કર્યા છે તે પરિણીત છે. ગોવિંદે આઠ વર્ષ પહેલા દરભંગાની રહેવાસી પ્રેરણા કુમારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેની રક્સૌલમાં બદલી થઇ, અહીં ગોવિંદે નેપાળમાં રહેતી સંગીતા સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. સંગીતાએ ગોવિંદને સત્ય કહ્યું કે તે પરિણીત છે અને બે બાળકોની માતા છે. પણ ગોવિંદે તેના પરણિત હોવાની હકીકત છુપાવી. ગોવિંદે કહ્યું કે તેણે તેના પતિને છૂટાછેડા આપી દેવા જોઈએ.

હકિકત છુપાવી કર્યા હતા લગ્ન
પછી તે તેની સાથે લગ્ન કરશે. સંગીતા પણ ગોવિંદની વાતમાં આવી ગઇ અને તેના બંને બાળકોને છોડી પતિથી છૂટાછેડા લઇ લીધા. તેણે ગોવિંદ સાથે મંદિરમાં લગ્ન પણ કર્યા. તે રક્સૌલમાં ગોવિંદ સાથે રહેવા લાગી.આ દરમિયાન ગોવિંદનું પોસ્ટિંગ સમસ્તીપુરમાં થયું હતું. તે પોતે સંગીતાને રક્સૌલમાં છોડીને સમસ્તીપુર આવ્યો હતો. પણ ગોવિંદ અહીં આવતાની સાથે જ બદલાઈ ગયો. તેણે સંગીતા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેણે તેનાથી અંતર રાખવાનું શરૂ કર્યું.

ભારે હોબાળો મચી ગયો
સંગીતાને આ વાત બહુ વિચિત્ર લાગી. તેને રક્સૌલ સ્થિત બેંક શાખામાંથી ગોવિંદનું સાચું સરનામું મળ્યું. તે પછી તે દરભંગા પહોંચી અને તેને ગોવિંદની હકિકતની જાણ થઇ. સંગીતાએ લગ્નના વીડિયો અને ફોટા બતાવ્યા બાદ ગોવિંદના ઘરમાં ભારે હોબાળો મચી ગયો અને મામલો એટલો વધી ગયો કે ગોવિંદે સંગીતા અને પ્રેરણાને ઘરની બહાર ફેંકી દીધી. હવે બંને મહિલાઓ ન્યાય માટે આજીજી કરી રહી છે.

Shah Jina