લગ્નના બંધનમાં બંધાઇ ગયા “ગુમ હે કિસી કે પ્યાર મેં”ના પાખી અને વિરાટ, જુઓ લગ્નની ખૂબસુરત તસવીરો

નીલ ભટ્ટ-એશ્વર્યાના થયા શાનદાર લગ્ન, જુઓ ખૂબસુરત તસવીરો અને વીડિયો

ટીવીના લોકપ્રિય કપલમાંથી એક નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા આખરે એકબીજાના થઇ ગયા. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં વિરાટ અને પાખીના પાત્રો ભજવનાર નીલ અને ઐશ્વર્યાએ 30 નવેમ્બરે સાત ફેરા લીધા. નીલ ભટ્ટ અને ઐશ્વર્યાએ તેમના લગ્નની તસવીરો તેમજ હલ્દીથી લઈને મહેંદી અને સગાઈ સુધીની રસ્મોનો વીડિયો શેર કર્યો હતો. જણાવી દઇએ કે, નીલ અને ઐશ્વર્યા શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં દિયર-ભાભીની ભૂમિકામાં છે, ત્યારે હવે તેઓ વાસ્તવિક જીવનમાં એકબીજાના જીવનસાથી બની ગયા છે. નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા.

દુલ્હન બનેલી ઐશ્વર્યા શર્માએ બાંધણી પ્રિન્ટ સાથે મરૂન લહેંગો પહેર્યો હતો, જયારે નીલે સફેદ ધોતી-કુર્તા અને લાલ પાઘડી પહેરી હતી. બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. નીલ અને ઐશ્વર્યાએ હલ્દીથી લઈને સગાઈ સુધીની સેરેમનીમાં ખૂબ જ મસ્તી કરી હતી. બંનેએ જોરદાર ડાન્સ કર્યો, જે વીડિયોમાં પણ જોવા મળી રહ્યો છે. આ પહેલા નીલ અને ઐશ્વર્યાએ તેમનો પ્રી-વેડિંગ વીડિયો રિલીઝ કર્યો હતો, જેમાં તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

નીલ અને ઐશ્વર્યાની લગ્નની તસવીરો અને વીડિયો સામે આવતા જ ચાહકો તેમને ખૂબ જ શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકોથી લઈને સેલેબ્સ આ નવવિવાહિત કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના લગ્નનું રિસેપ્શન 2 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે, જેમાં તેમના મિત્રો સિવાય ટીવી ઈન્ડસ્ટ્રીના લોકો પણ હાજરી આપશે.

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટની પહેલી મુલાકાત ટીવી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. થોડા સમય પછી, તેઓએ તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કરી દીધા. આ વર્ષે જાન્યુઆરીમાં નીલ અને ઐશ્વર્યાએ રોકા સેરેમની કરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

ટીવી સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના પાખી અને વિરાટ સીરિયલમાં તો એક ન થઇ શક્યા પરંતુ વાસ્તવિક જીવનમાં એક થઇ ગયા છે. નીલ ભટ્ટે લગ્નની દરેક વિધિમાં ઘણો રસ લીધો. તેણે દરેક વિધિની વચ્ચે ખૂબ જ મસ્તી પણ કરી છે. નીલ અને ઐશ્વર્યાની લવસ્ટોરી ફિલ્મી સ્ટોરી જેવી છે. બંનેની પહેલી મુલાકાત સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર થઈ હતી.

લગ્નના મંડપમાં નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માની ક્યૂટ બોન્ડિંગે બધાના દિલ જીતી લીધા છે. લગ્નની વિધિ કરતી વખતે બંનેએ જોરદાર રોમેન્ટિક પોઝ આપ્યા હતા. નીલ ભટ્ટે પ્રેમથી ઐશ્વર્યા શર્માને મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને આ દરમિયાન ઐશ્વર્યાનો ચહેરો જોવાલાયક હતો. આ દરમિયાન ઐશ્વર્યા થોડી ઈમોશનલ પણ થઈ ગઈ હતી.

નીલ અને ઐશ્વર્યાના લગ્નની સામે આવેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. લગ્નના દિવસે ઐશ્વર્યા શર્મા રાજસ્થાની ડિઝાઇનના લહેંગામાં જોવા મળી હતી. આ તસવીરમાં ઐશ્વર્યા રાણી જેવી લાગી રહી છે. એક અઠવાડિયા પહેલા જ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. જો કે, એવું માનવામાં આવતું હતું કે બંને આવતા વર્ષે લગ્ન કરશે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

Shah Jina