આવી વૈભવી લાઈફ જીવે છે નેહા કક્કર, ફ્લાઇટમાં બેસતા જ…ફેન્સ થયા લટ્ટુ- જુઓ
બોલિવુડની મશહૂર સિંગર નેહા કક્કર સિંગિંગ રિયાલિટી શો “ઇન્ડિયન આઇડલ 12″માં જજ તરીકે નજર આવી રહી હતી. પરંતુ તેણે શોથી લાંબા સમયથી બ્રેક લીધો હતો. હવે બ્રેક બાદ નેહાએ કામ પર વાપસી કરી છે. પરંતુ તેણે શોમાં વાપસી નથી કરી, કામ પર વાપસી કરી છે.
નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
નેહાની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ છે. નેહાના ઇન્સ્ટાગ્રામ પર 60.9 મિલિયન ફોલોઅર્સ છે. તેના ફોલોઅર્સની સંખ્યા પરથી જ અંદાજ લગાવી શકાય કે તેની તસવીરો અને વીડિયો કેટલા વાયરલ થતા હશે. નેહા કક્કરે હાલમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. આ તસવીરોમાં નેહા મસ્તી કરતી જોવા મળી રહી છે. તે કેમેરા સામે અલગ અલગ પોઝ પણ આપી રહી છે.
આ તસવીરો શેર કરતાની સાથે નેહાએ કેપ્શનમાં લખ્યુ છે કે, કેવી રીતે જર્ની શરૂ થઇ v/s કેવી રીતે ખત્મ થાય છે. ગુડ મોર્નિંગ. ઓકે બાય. નેહાનો આ ક્યુટ અને સ્ટાઇલિશ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. એક જ કલાકમાં આ તસવીરો પર 6 લાખથી વધારે લાઇક્સ આવી ગઇ છે. ત્યાં નેહાના પતિ રોહનપ્રીત સિંહે પણ કમેન્ટ કરી ઓયે ક્યુટી લખ્યુ છે.
નેહા આ તસવીરોમાં ફ્લાઇટમાં નજર આવી રહી છે. તેણે વ્હાઇટ ટોપ સાથે ગ્રીન ટ્રાઉઝર પહેર્યુ છે. નેહાએ આ આઉટફિટ સાથે શોર્ટ જેકેટ કેરી કર્યુ છે. લાઇટ મેકઅપ અને ઓપન હેરમાં નેહા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ લુકમાં નેહા ઘણી સ્ટનિંગ લાગી રહી છે. નેહા કક્કરનો બેંગલુરુમાં લાઇવ શો થવાનો છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પણ શેર કર્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, હાલમાં જ નેહાનું ગીત “2 ફોન” રીલિઝ થયુુ છે. આ ગીતના વીડિયોમાં અલી ગોની અને જેસ્મિન ભસીન છે. આ ગીતને ચાહકોએ ખૂબ પ્રેમ આપ્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી નેહાના પ્રેગ્નેટ હોવાની ખબરો ચાલી રહી છે. જો કે, હજી સુધી નેહા કે રોહનપ્રીત બંનેમાંથી એકે પણ આ વાતની પુષ્ટિ કરી નથી. નેહાની છેલ્લી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી જેને જોઇને ચાહકો પૂછી રહ્યા છે કે ખુશખબરી કયારે આપી રહ્યા છો.
થોડા દિવસ અગાઉ નેહાને પતિ સાથે મુંબઇના બાંદ્રામાં શોપિંગ કરતી સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે લૂઝ ટી શર્ટ અને પેંટમાં જોવા મળી હતી. નેહા પતિનો હાથ પકડી ફરતી જોવા મળી હતી. નેહાએ બ્લેક કલરની લૂઝ ટી શર્ટ અને ટાઉઝર પહેર્યુ હતુ. નેહાની આ તસવીરો જોયા બાદ ચાહકો ક્યાસ લગાવી રહ્યા છે કે કયાંક સિંગર પ્રેગ્નેટ તો નથી ને.
નેહાની ચાલવાની રીત અને તેના લુક જોઇને ચાહકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું તે પ્રેગ્નેટ છે ? જો કે, હાલ તો નેહા કે રોહનપ્રિત તરફથી આવી કોઇ પણ પ્રકારની જાણકારી સામે આવી નથી. હવે આ ખબરમાં કેટલી હકિકત છે એ તો નેહા અને રોહનપ્રિત જ જણાવી શકે છે.