સસ્તી પબ્લિસિટી માટે આ કલાકારો કોઈપણ હદ સુધી જઈ શકે છે, પૂનમ પાંડે જ નહિ આ ગાયિકાએ પણ કર્યું હતું મોટું નાટક, પર્દાફાશ થતા જ ફેન્સને આવ્યો હતો ગુસ્સો
Neha Kakkar Pregnancy Fake News : થોડા દિવસ પહેલા જ એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ બૉલીવુડની અભિનેત્રી અને મોડલ એવી પૂનમ પાંડેએ પોતાના મોતનું જબરું નાટક કર્યું. તેને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ આવી કે પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરના કારણે નિધન થયું છે. તેની મેનેજરે પણ મીડિયા સમક્ષ એ વાતની કબૂલાત કરી, પરંતુ બીજા જ દિવસે પૂનમે એક વીડિયો શેર કરીને પોતે જીવતી હોવાનું જણાવ્યું અને તેને સર્વાઈકલ કેન્સર અવેરનેસ માટે આવું નાટક કર્યું હોવાનું જણાવ્યું.
નેહા કક્કરે કર્યો હતો પબ્લિસિટી સ્ટન્ટ :
પૂનમ પાંડે જીવતી છે એ જાણ થતા જ ચાહકો પણ ખુબ જ ગુસ્સે ભરાયા હતા અને અભિનેત્રીને આવા પબ્લિસિટી સ્ટન્ટ માટે ટ્રોલ પણ કરવા લાગ્યા. ફક્ત પૂનમ જ નહીં અન્ય પણ ઘણા લોકોએ આવા પબ્લિસિટી સ્ટન્ટ કર્યા છે, જેમાં બોલીવુડની ખ્યાતનામ સિંગર નેહા કક્કરનું નામ પણ સામેલ છે, નેહા કક્કરે પણ તેના લગ્ન બાદ પોતાના એક ગીતના પ્રમોશન માટે પોતાની પ્રેગ્નેન્સીની ખોટી ખબર ફેલાવી હતી, જેના બાદ ચાહકો પણ ખુબ જ ગુસ્સે ભરાયા હતા.
પ્રેગ્નેન્સીની ફેલાવી હતી ખોટી ખબર :
ત્રણ વર્ષ પહેલા નેહા કક્કરે સોશિયલ મીડિયા પર પોતાનો બેબી બમ્પ દર્શાવતો ફોટો શેર કર્યો હતો, જેના પછી એવી અટકળો લગાવવામાં આવી હતી કે તે ગર્ભવતી છે. જેના બાદ સિંગરે પોતે જ પોતાના પબ્લિસિટી સ્ટંટનો પર્દાફાશ કર્યો છે. તેણે આ જ ફોટો પર બનાવેલું એક પોસ્ટર શેર કર્યું અને જણાવ્યું કે તેનું નવું ગીત ‘ખયાલ રાખ્યા કર’ 22 ડિસેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે. જેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ફોટો આ ગીતના શૂટનો છે. જો કે આ પબ્લિસિટી સ્ટંટ માટે લોકોએ નેહાને જોરદાર ટ્રોલ કરી હતી.
યુઝર્સે લીધી હતી આડેહાથ :
એક યુઝરે ગુસ્સામાં લખ્યું કે, “તમે પબ્લિસિટી ખાતર આ વાતોની મજાક કેવી રીતે ઉડાવી શકો છો? હું તમારો બહુ મોટો ફેન હતો, પરંતુ જો વાત માત્ર ગીતની પબ્લિસિટી માટે હોય તો તમને શરમ આવવી જોઈએ.” અન્ય યુઝરની કોમેન્ટ છે, “સસ્તી પ્રસિદ્ધિની પણ એક મર્યાદા હોય છે. બહેને આ પહેલા પોસ્ટ કરવું જોઈતું હતું.” ત્યારે હવે પૂનમ પાંડેના મોતની અફવા બાદ પણ લોકો તેના વિરુદ્ધ આવી જ કોમેન્ટ કરીને પોતનાઓ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.