જુલી ફિલ્મમાં ગરમ દ્રશ્યો આપનારી અભિનેત્રીના ઘરે ગુંજી કિલકારી, ફેન્સ તસવીરો જોઈને થયા ખુશખુશાલ
બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા અને અભિનેતા અંગદ બેદીના ઘરે ફરી એક વાર ખુશીઓ આવી છે. નેહાએ પુત્રને જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે નેહાએ જુલાઈ મહિનામાં પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી અને હવે તેને બાળકને જન્મ આપ્યો છે. અંગદ બેદીએ બીજી વખત પિતા બનવાની ખુશી ચાહકો સાથે શેર કરી છે. અંગદ બેદીએ નેહા સાથેની તસવીર પોસ્ટ કરીને ચાહકો માટે ખુશી વ્યક્ત કરી છે.
View this post on Instagram
અંગદ બેદીએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘ભગવાનની કૃપાથી આજે અમને એક પુત્ર મળ્યો છે. બાળક અને નેહા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. વાહેગુરુ કૃપા કરે . નેહા તને ખૂબ ખૂબ ધન્યવાદ આ કરવા માટે હવે આપણા ચારેય આને ખુબ જ યાદગાર બનાવીશું ‘.
જણાવી દઈએ કે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને તે જ વર્ષના નવેમ્બર મહિનામાં તેઓએ દીકરી મેહરને જન્મ આપ્યો હતો. નેહા લગ્ન પહેલા જ ગર્ભવતી બની ગઈ હતી અને પછી તેણે અચાનક લગ્ન કરી લીધા હતા. તે સમયે ચાહકો થોડા સમય માટે આશ્ચર્યચકિત થયા હતા પરંતુ બાદમાં તેઓએ દંપતીને ખુબ અભિનંદન આપ્યા હતા.
થોડા સમય પહેલા નેહા ધૂપિયાના બેબી શાવરની તસવીરો પણ વાયરલ થઈ હતી. તેના બેબી શાવરની તસવીર પર ચાહકોએ પ્રેમની વર્ષા કરી હતી. તસવીરોમાં તે મિત્રો સાથે કેક કાપતી જોવા મળી હતી. તસવીરો જોયા પછી સ્પષ્ટ થયું કે નેહા ધૂપિયા તેના બેબી શાવરને ખૂબ એન્જોય કરી રહી હતી. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર શેર કરીને નેહા ધૂપિયાએ તેના મિત્રોનો આભાર માન્યો હતો.
તસવીર શેર કરવાની સાથે નેહા ધૂપિયાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મને ખબર નહોતી કે આજે આવું થશે, બેબી શાવર પર આવું ખાસ આશ્ચર્ય. હું મારી છોકરીઓને કહેવા માંગુ છું કે તમે મને આશ્ચર્યચકિત કરી દીધી હતી. હું તમને બધાને પ્રેમ કરું છું, ફરી વખત સરપ્રાઈઝ મને થોડા સમય પહેલા કહી દેજો. આ તે લોકો છે જેમણે મારો દિવસ વધુ વિશેષ બનાવ્યો. આપ સૌને મારો પ્રેમ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો નેહા ધૂપિયા ફિલ્મ ‘દેવી’માં જોવા મળી હતી જે શોર્ટ ફિલ્મ હતી. હવે નેહા ‘એ થર્સડે’ અને ‘સનક’માં જોવા મળશે. સનકમાં વિદ્યુત જામવાલ મુખ્ય ભૂમિકામાં છે. બીજી બાજુ અંગદ બેદીની વાત કરીએ તો તેઓ છેલ્લે ‘ગુંજન સક્સેના’માં જોવા મળ્યો હતો. તાજેતરમાં જ તેનો એક મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.